Aapnu Gujarat
ગુજરાત

૯૮ લાખથી વધુની ચોરી માટે બાઇકનો ઉપયોગ થયો : પોલીસનાં હાથ હજુય ખાલી

શહેરના એસજી હાઇવે પર રાજપથ કલબ પાસે મોડી સાંજે સીએમએસ કંપનીની કેશવાનના ડ્રાઇવર દ્વારા કરાયેલી રૂ.૯૮ લાખની સનસનીખેજ ચોરીના ચકચારભર્યા પ્રકરણમાં પોલીસ તપાસમાં મહત્વની માહિતી પ્રાપ્ત થઇ છે કે, ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપીઓ પોતાની બાઇકનો જ ઉપયોગ કર્યો હતો. આરોપી કેશવાન ડ્રાઇવર સુધીર વાઘેલા અને પુનિત જે બાઇક પર રૂપિયા ભરેલી લોખંડની પેટી લઇ ગયા તે તેમની જ હોવાનું તપાસમાં ખૂલ્યું છે, તો ત્રીજો આરોપી મુકેશ યાદવ પણ તેની જ બાઇક પર ફરાર થઇ ગયો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપી પુનિત અને મુકેશ યાદવના ફોટા મેળવી મેળવાયેલા સીસીટીવી ફુટેજના આધારે તપાસનો દોર આગળ ધપાવ્યો છે પરંતુ આજે ત્રણ-ત્રણ દિવસ બાદ પણ રૂ.૯૮ લાખની આટલી મોટી ચોરીના કેસમાં પોલીસના હાથ હજુ પણ ખાલી છે, જેને લઇ ભારે ચર્ચા ચાલી છે.
કેશવાનની રૂ.૯૮ લાખની રોકડરકમની ચોરીના ચકચારભર્યા પ્રકરણમાં મુખ્ય આરોપી એવા કેશવાનના ડ્રાઇવર સુધીર વાઘેલા, પુનિત અને મુકેશ યાદવ એમ ત્રણ આરોપીઓના નામો સ્પષ્ટ થઇ જતાં પોલીસે ત્રણેયના સંપર્કસ્થાનો અને પરિચિતોના આધારે તેમના સુધી પહોંચવાની સઘન તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓ દ્વારા ગુનામાં વપરાયેલી બાઇક તેમની જ હોવાથી બાઇક નંબરના આધારે પણ તપાસ ચલાવી છે જો કે, હજુ સુધી પોલીસને કોઇ મહત્વનો પુરાવો કે એવી નક્ક કડી હાથ નથી લાગી કે, જેનાથી સમગ્ર ગુનાનો ભેદ ઉકલી શકે. ઉલ્લેખનીય છે કે, આ ગુનાના ત્રણેય આરોપીઓ મૂળ ઉત્તરપ્રદેશના ઇટાવાના વતની હતા અને ચાંદખેડાના જનતાનગરમાં મકાન રાખીને સાથે જ રહેતા હતા અને સાથે જ મકાન ખાલી કરી અહીંથી નાસી ગયા છે. પોલીસને પૂરી શંકા છે કે, ત્રણેય જણાંએ ભેગા મળીને જ સમગ્ર ચોરીનું કાવતરૂ ઘડયું હશે અને તેને અંજામ આપ્યો છે. ત્રણ દિવસ પહેલાં એસજી હાઇવે પર રાજપથ કલબ પાસે મોડી સાંજે સીએમએસ કંપનીની કેશવાનના ડ્રાઇવર દ્વારા કરાયેલી રૂ.૯૮ લાખની સનસનીખેજ ચોરીના ચકચારભર્યા પ્રકરણમાં પોલીસ તંત્ર દ્વારા એ ડિવીઝનની અધ્યક્ષતામાં ત્રણ જુદી જુદી ટીમો અને શહેર ક્રાઇમબ્રાંચની અલગ-અલગ છ સહિત કુલ દસ જેટલી ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ હજુ સુધી પોલીસને આરોપીઓના લોકેશન વિશે કોઇ જ નક્કર માહિતી કે સગડ મળ્યા નથી. પોલીસે રીંગ રોડ પરના સીસીટીવી ફુટેજ મેળવી પૈસા મૂકેલી લોખંડની પેટી અને ગુનામાં વપરાયેલી બાઇકને લઇ તે દિશામાં પણ તપાસનો દોર આંરભી આરોપીઓને પકડવાની કવાયત તેજ કરી છે અને આરોપીઓને શકય એટલી ઝડપથી પકડી પાડવાના પ્રયાસો જારી રાખ્યા છે.ાંધાન નીચેના પાને)

Related posts

ઉનાળુ મગફળીના વાવેતરમાં આ વર્ષે પણ ભાવનગર નંબર વન

aapnugujarat

વિરમગામ,માંડલ અને દેત્રોજ સહિત નળકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

aapnugujarat

સંકલ્પપત્ર એક ભારત શ્રેષ્ઠ ભારત નિર્માણ માટે રોડમેપ : સંકલ્પપત્ર બાદ જીતુ વાઘાણીનો અભિપ્રાય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1