Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રોટોમેકના માલિક વિક્રમના ટ્રાન્ઝિક્ટ રિમાન્ડ મંજુર

દિલ્હી કોર્ટે રોટોમેકના માલિક વિક્રમ કોઠારી અને તેમના પુત્ર રાહુલ કોઠારી માટે એક દિવસના ટ્રાન્ઝિક્ટ રિમાન્ડ માટે સીબીઆઈની અરજીને દિલ્હી કોર્ટે માન્ય રાખી છે. ૩૬.૯૫ અબજ રૂપિયાના લોન ડિફોલ્ટ કેસમાં લખનૌની કોર્ટ સમક્ષ તેમને રજૂ કરવામાં આવ્યા હતા. સીબીઆઈને એક દિવસના ટ્રાન્ઝિક્ટ રિમાન્ડ મળી ગયા બાદ આ મામલામાં વધુ વિગતો ખુલે તેવી શક્યતા દેખાઈ રહી છે. બંનેને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમર વિશાલ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તપાસ સંસ્થાએ તેમને બે દિવસ માટે ટ્રાન્ઝિક્ટ રિમાન્ડની માંગ કરી હતી. લખનૌ લઇ જવાની માંગ કરવામાં આવી હતી. બંને આરોપીઓ માટે કોર્ટે એક દિવસના ટ્રાન્ઝિક્ટ રિમાન્ડની મંજુરી આપી હતી. બંનેની લોન રિપેમેન્ટ મામલે ડિફોલ્ટ બદલ ગઇકાલે ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી ચુકી છે. સાત બેંકોના કન્સોર્ટિયમે રોટોમેક ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડને ૨૯.૧૯ અબજ રૂપિયાની લોન આપી હતી. આ રકમ વ્યાજ સાથે વધીને ૩૬.૯૫ અબજ સુધી પહોંચી ગઈ હતી. કારણ કે પેમેન્ટ મામલે વારંવાર ડિફોલ્ટની સ્થિતિ રહી હતી. બેંક ઓફ બરોડા દ્વારા ફરિયાદ કરવામાં આવ્યા બાદ આ મામલામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સીબીઆઈએ વિક્રમ, તેમના પત્નિ સાધના, પુત્ર રાહુલ અને વણઓળખાયેલા બેંક અધિકારીઓ સામે કેસ દાખલ કર્યો હતો. જુદી જુદી બેંકોના સંદર્ભમાં રકમ બાકી રહેલી છે. બેંક ઓફ ઇન્ડિયાની લોન ૭.૫૪ અબજ રૂપિયાની છે જ્યારે બેંક ઓફ બરોડાની રકમ ૪.૭ અબજની છે. એવી દહેશત છે કે, કોઠારી પણ નિરવ મોદી અને મેહુલ ચોક્સીની જેમ દેશની બહાર ફરાર થઇ શકે છે.

Related posts

જ્યોતિરાદિત્ય અને દિગ્વિજય વચ્ચે જોરદાર બોલાચાલી

aapnugujarat

ભયભીત પાકિસ્તાન ઝુક્યું : વિંગ કમાન્ડરને આજે છોડવા જાહેરાત

aapnugujarat

કેરળમાં ૧૦ લાખ લોકો રાહત કેમ્પમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1