Aapnu Gujarat
મનોરંજન

રિતિક રોશન સાથે મૃણાલ ઠાકુર હવે ફિલ્મમાં દેખાશે

બોલિવુડના સુપરસ્ટાર અન્િોતા પૈકી એક એવા રિતિક રોશનની આવનાર ફિલ્મ સુપર૩૦ને લઇને બોલિવુડમાં જ નહીં બલ્કે ચાહકોમાં પણ ચર્ચા છે. રિતિક રોશન આ ફિલ્મમાં જોરદાર અને નવા અંદાજમાં નજરે પડનાર છે. આ ફિલ્મમાં રિતિક રોશનની સાથે કઇ અભિનેત્રી કામ કરી રહી છે તેને લઇને કેટલાક મહિનાથી ચર્ચા ચાલી રહી હતી. હવે ચર્ચાનો અંત આવી ગયો છે. ફિલ્મમાં રિતિક રોશનની સાથે ટીવી સ્ટાર મૃણાલ ઠાકુર નજરે પડનાર છે. તેને મોટી ફિલ્મ હાથ લાગતા લોટરી લાગી ગઇ છે. તે ફિલ્મને લઇને ઉત્સાહિત છે. આ ફિલ્મનુ શુટિંગ હાલમાં ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે ચાલી રહ્યુ છે. ફિલ્મના પ્રથમ લુકને જારી કરવામાં આવ્યા બાદ આની ભારે ચર્ચા છે. તેની પ્રશંસા પણ થઇ રહી છે. જેને સોશિયલ મિડિયામાં ખુબ પસંદ કરવામાં આવે છે. ફોટો વાયરલ થયા બાદ ફિલ્મમાં અભિનેત્રી કોણ રહેશે તેને લઇને ચાલી રહેલી ચર્ચાનો અંત આવ્યો છે. ફિલ્મમાં ટીવી સ્ટાર મૃણાલ છે. ફોટો જે વાયરલ થયો છે તેમાં રિતિક રોશન ટીવી સ્ટાર મૃણાલ ઠાકુરની સાથે ઘાટ પર બેઠેલો નજરે પડે છે. કહેવામાં આવી રહ્યુ છે કે મૃણાલ અભિનેત્રી તરીકે કામ કરી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે મંગળવારના દિવસે ગંગાના ઘાટ પર પુજા ાદ પોરે બે વાગે શુટિંગ શરૂ કરવામાં આવ્યુ હતુ. રામનગર ફોર્ટમાં રિતિક અને મૃણાલ શુટિંગ કરી રહ્યા છે. ફોર્ટના એક હિસ્સાને શુટિગ માટે કોચિંગ સંસ્થા તરીકે ફેરવી દેવામાં આવી છે. ફિલ્મમાં રિતિક રોશનની પ્રેમિકા તરીકે તે કામ કરી રહી છે. નિર્દેશક વિકાસ બહલની ફિલ્મમાં સુનિલ શેટ્ટી અને પંકજ ત્રિપાઠી પણ કામ કરી રહ્યા છે. આ ફિલ્મ ૨૫મી જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. રિતિક રોશન બોલિવુડમાં તમામ લોકપ્રિય સ્ટાર પૈકી એક છે. તે સૌથી લોકપ્રિય સ્ટાર છે.

Related posts

ભૂલ ભૂલૈયા-૨ બોક્સ ઓફિસ પર છવાઈ

aapnugujarat

ઇશા ગુપ્તા નવા વર્ષમાં સાઉથની ફિલ્મમાં દેખાશે

aapnugujarat

પાત્રને ન્યાય આપવા અસલી પ્રોસ્ટીટ્યુટને મળી’તી : જુલિયા રોબર્ટસ્‌

aapnugujarat

Leave a Comment

UA-96247877-1