Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકાએ કહ્યું- અમે હાફિઝ સઇદને આતંકી માનીએ છીએ, પાકિસ્તાન તેના પર કેસ ચલાવે

આતંકવાદી હાફિઝ સઇદને ક્લિનચિટ આપવા પર અમેરિકાએ પાકિસ્તાનને ફટકાર લગાવી છે. અમેરિકાએ કહ્યું કે, હાફિઝ સઇદ વિરુદ્ધ કાયદા પ્રમાણે કેસ ચલાવવો જોઇએ. તાજેતરમાં જ પાક પીએમ શાહિદ ખાકાન અબ્બાસીએ હાફિઝ સઇદને સાહેબ કહ્યો હતો. એ પણ કહ્યું હતું કે તેના પર પાકિસ્તાનમાં કોઇ કેસ નોંધાયેલો નથી, તેથી કોઇ સજા નથી થઇ શકતી.નોંધનીય છે કે પાકિસ્તાન પીએમ અબ્બાસીએ હાફિઝ સઇદને ‘સાહેબ’ કહીને સંબોધિત કર્યો હતો. અબ્બાસીને એ પુછવામાં આવ્યું કે હાફિઝની સામે કોઇ પગલા કેમ નથી ભરતાં, તે તેના જવાબમાં પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું હતું કે ‘‘હાફિઝ સઇદ સાહેબ વિરુદ્ધ પાકિસ્તાનમાં કોઇ કેસ નોંધાયેલો હોય ત્યારે જ કાર્યવાહી થઇ શકે’’આ અંગ ઉગ્ર પ્રતિક્રિયા આપતા અમરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હીથરે નોર્ટે કહ્યું કે, અમેરિકાનું માનવું છે કે સઇદ વિરુદ્ધ કેસ ચલાવવો જોઇએ અને તેમને પાકિસ્તાનને આ વિશે જણાવી દીધું છે.નોર્ટે કાલે કહ્યું, ‘‘અમારુ માનવું છે કે તેના વિરુદ્ધ કેસ ચલાવવો જોઇએ. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંબંધ હોવાના કારણે તેને લક્ષિત પ્રતિબંધો માટે ‘યુએનએસસી ૧૨૬૭, અલકાયદા પ્રતિબંધ સમિતિ’ની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે.’’હીથરે કહ્યું, ‘‘અમે પાકિસ્તાન સરકાર સામે પુરેપુરી સ્પષ્ટતા સાથે પોતાની વાત અને ચિંતાઓ જણાવી છે. અમારુ માનવું છે કે હાફિઝ સામે કેસ ચલાવવો જોઇએ.’’ તેમને કહ્યું કે અમેરિકાએ સઇદ વિશે અબ્બાસીની ટીપ્પણીઓ વાળા સમાચારો ‘‘ચોક્કસ પણે’’ જોયા છે.હીથરો કહ્યું, ‘‘અમે તેને એક આતંકવાદી અને એક વિદેશી આતંકવાદી સંગઠનનો ભાગ માનીએ છીએ. અમારુ માનવુ છે કે તે ૨૦૦૮ના મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. આ હુમલામાં અમેરિકનો સહિત કેટલાય લોકોના મોત થયા હતા.’’ જમાત-ઉલ-દાવાના પ્રમુખ સઇદને નવેમ્બરમાં પાકિસ્તાનમાં નજરબંદીમાં મુક્ત કરવામાં આવ્યો હતો.અમેરિતા જમાત ઉલ દાવા (જેડીયુ) લશ્કરનું સહયોગ માને છે. લશ્કરની સ્થાપના સઇદે વર્ષ ૧૯૮૭માં જ કરી હતી. લશ્કર ૨૦૦૮ના મુંબઇ હુમલા કરવા માટે જવાબદાર છે. આ હુમલામાં ૧૬૬ લોકોના મોત થયા હતા.

Related posts

અમેરિકા-ચીન ટ્રેડ વૉર વિશ્વના અર્થતંત્ર માટે ખતરારૂપ છે : IMF

aapnugujarat

એચ-૧બી વિઝામાં અમેરિકામાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત વિદેશીઓને પ્રાથમિકતા અપાશે

aapnugujarat

स्वीडन ने सुरक्षा के लिहाज़ से 5G के लिए हुवावेई पर प्रतिबंध लगा दिया

editor

Leave a Comment

UA-96247877-1