Aapnu Gujarat
મનોરંજન

નંબર ગેમમાં કોઇ વિશ્વાસ નથી : રાધિકા

રાધિકા આપ્ટેનું નામ આવતાની સાથે જ બોલિવુડની સેક્સી સ્ટારની ઇમેજ તાજી થઇ જાય છે. રાધિકાની પાસે અનેક ફિલ્મો રહેલી છે. તેના ચાહકો માટે સારા સમાચાર છે. કારણ કે આ વર્ષે તેની અનેક ફિલ્મો રજૂ કરવામાં આવનાર છે. સૌથી પહેલા ૨૫મી જાન્યુઆરીના દિવસે તેની પેડમેન ફિલ્મ રજૂ થશે. જેમાં તે અક્ષય કુમારની સાથે દેખાશે. ત્યારબાદ ૨૭મી એપ્રિલના દિવસે સેફ સાથેની ફિલ્મ બજાર રજૂ કરાશે. મે મહિનામાં તેની ભાવેશજોશી રજૂ કરાશે. રાધિકા આપ્ટેએ ટુંકા ગાળામાં જ પોતાની જુદી જુદી એક્ટિંગ કુશળતાના કારણે તમામ લોકોના મન જીતી લીધા છે. હવે રાધિકાનુ સપનુ માત્ર બોલિવુડ અને હોલિવુડ સુધી જ મર્યાદિત નથી. તે વર્લ્ડ સિનેમાનો હિસ્સો બનવાની ઇચ્છા ધરાવે છે. હોલિવુડ અને બ્રિટીશ સિનેમા સુધી જ તે મર્યાદિત રહેવા માટે ઇચ્છુક નથી. તેનુ કહેવુ છે કે તે હોલિવુડની ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે તેને ચોક્કસપણે રોલ મળશે જ. રાધિકા વર્ષ ૨૦૦૫માં નાનકડા રોલ સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પ્રવેશી હતી. પ્રથમ ફિલ્મ વાહ મારફતે તે બોલિવુડમાં પ્રવેશી હતી. તે જે ફિલ્મમાં કામ કરી ચુકી છે તેમાં લાઇફ હો તો એસી, અને શોર ફિલ્મનો સમાવેશ થાય છે. સિટી અને કાબલી ફિલ્મમાં પણ તે ચમકી હતી. હાલમાં શોર્ટ ફિલ્મ આહલ્યા મારફતે તે નજરે પડી હતી. રાધિકાનુ કહેવુ છે કે દેશમાં મહિલાસ્થિતી વધારે સારી બની રહી છે. બોલિવુડમાં ફિલ્મની ચાહકો ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. રાધિકાની છાપ બોલિવુડમાં એક સેક્સી સ્ટાર તરીકેની બની છે. તે હોરર ફિલ્મમાં કામ કરી ચુકી છે. રાધિકા કોઇ પણ વિષય પર બોલ્ડ નિવેદન કરવા માટે પણ જાણીતી રહી છે. તે નંબર ગેમમા ંપણ વિશ્વાસ રાખતી નથી. લાંબી ઇનિગ્સ માટે આશાવાદી છે.

Related posts

‘धाकड़’ में जासूस का किरदार निभाऊंगी : कंगना

aapnugujarat

वायरल हो रही है रणवीर सिंह की लंबे बालों में तस्वीर

aapnugujarat

સોનાક્ષીનો ભાઈ લવ સિન્હા પણ બોલીવૂડમાં ચમકશે, ‘પલ્ટન’ માટે જે.પી. દત્તાએ પસંદ કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1