Aapnu Gujarat
રમતગમત

ભારતીય ટીમ પત્તાના મહેલની જેમ ધરાશાયી : ૧૫૧ રનમાં ઓલઆઉટ

સેન્ચુરિયન ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પણ આફ્રિકાએ પ્રવાસી ભારત ઉપર ૧૩૫ રને જીત મેળવીને શ્રેણીમાં ૨-૦ની મહત્વપૂર્ણ લીડ મેળવી લીધી છે. આફ્રિકાની ટીમ હવે ભારત ઉપર ૨-૦ની લીડ ધરાવે છે. આની સાથે જ ભારતીય ટીમની પ્રતિષ્ઠાને પણ મોટો ફટકો પડ્યો છે. ભારતીય ટીમ આજે તેના બીજા દાવમાં માત્ર ૧૫૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આફ્રિકા તરફથી લુંગી ગિડીએ તરખાટ મચાવીને ૩૯ રનમાં છ વિકેટો ઝડપી હતી જ્યારે રબાડાએ ૪૭ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ભારતની મજબૂત દેખાતી બેટિંગ લાઈનઅપ ફરી એકવાર પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ ગઈ હતી. કોઇપણ બેટ્‌સમેન આફ્રિકાના બોલરો સામે ટકી શક્યા ન હતા. આફ્રિકાએ ઝડપથી વિકેટો ઝડપી હતી. રોહિત શર્મા સૌથી વધુ ૪૭ રન કરીને આઉટ થયો હતો. જો કે, આ રન તેના માટે પુરતા સાબિત થયા ન હતા. હાર્દિક પંડ્યા છ રન કરીને આઉટ થયો હતો. ગઇકાલે જ ભારતની હાર તે વખતે નક્કી થઇ ગઈ હતી જ્યારે ત્રણ વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. મેન ઓફ દ મેચ તરીકે લુંગી ગિડીની પસંદગી કરવામાં આવી હતી. જીતવા માટેના ૨૮૭ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે બીજા દાવમાં ઝડપથી વિકેટો ગુમાવી હતી. મુરલી વિજય, કેએલ રાહુલ અને કોહલી ક્રમશઃ ૯, ૪ અને ૫ રન કરીને ગઇકાલે આઉટ થયા હતા. આજે પાંચમા અને અંતિમ દિવસે બાકીના ભારતીય બેટ્‌સમેનોએ પણ ઝડપથી વિકેટો ગુમાવી હતી. આની સાથે જ સતત બીજી ટેસ્ટ મેચમાં ભારતની કારમી હાર થઇ હતી. ભારતીય બેટ્‌સમેનોએ ફરી એકવાર જવાબદારી વગરની બેટિંગ કરી વિકેટો ગુમાવી હતી. બોલરોએ જીતવા માટેની તક સર્જી હોવા છતાં આ ટેસ્ટ મેચમા ંપણ ભારતે ગુમાવી દીધી હતી. ખાસ વિશેષતા એ છે કે, આફ્રિકાના બેટ્‌સમેનો પણ બંને ટેસ્ટ મેચોમાં ભારતીય બોલરો સામે ટકી શક્યા નથી પરંતુ ભારતીય બેટ્‌સમેનો આફ્રિકાના બેટ્‌સમેનો કરતા પણ વધારે નિષ્ફળ રહ્યા છે. આની પાછળ તેમની એક પછી એક ટેસ્ટમાં હાર થઇ રહી છે. અગાઉ ભારતે આફ્રિકાને ૨૫૮માં ઓલઆઉટ કરવામાં સફળતા મેળવી હતી. ભારત તરફથી બુમરાહે ત્રણ અને મોહમ્મદ સામીએ ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે ઇશાંત શર્માએ બે વિકેટ ઝડપી હતી.
આ ઝડપી વિકેટ ઉપર ભારતીય બેટ્‌સમેનો ફરીએકવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, કેપટાઉન ખાતે રમાયેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની શરમજનકરીતે હાર થતાં ક્રિકેટ ચાહકોમાં આક્રોશનું મોજુ ફરી વળ્યું હતું. મેચમાં જીતવા માટેની પુરતી તક હોવા છતાં ભારતીય બેટ્‌સમેનોએ કોઇપણ જવાબદારી વગરની બેટિંગ કરીને વિકેટો ફેંકી હતી અને જીતવા માટેના માત્ર ૨૦૮ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ૧૩૫ રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. મુરલી વિજય, શિખર ધવન, પુજારા, કોહલી, રોહિત શર્મા જેવા સ્ટાર ગણાતા બેટ્‌સમેનો સસ્તામાં પેવેલિયન ભેગા થયા હતા અને ભારતીય ટીમ આ ટેસ્ટ મેચ હારી ગઈ હતી. ફિલાન્ડરે તરખાટ મચાવીને ૪૨ રન આપીને છ વિકેટ ઝડપી હતી.

Related posts

अफ्रीका कप ऑफ नेशन्स : अल्जीरिया ने 29 साल बाद जीता खिताब

aapnugujarat

वनडे में कप्तानी करेंगे रोहित शर्मा : कोहली को आराम

aapnugujarat

पाकिस्तान के खिलाफ अगर मगर नहीं टीम इंडिया ही जीतेगी : सहवाग

aapnugujarat

Leave a Comment

UA-96247877-1