Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને આપવામાં આવતી મદદ રોકવાની જાહેરાત કરી

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને આપવામાં આવતી મદદ રોકવાની જાહેરાત કરી છે. તેઓએ સોમવારે ટ્‌વીટ કરી હતી, ’અમેરિકાએ ૧૫ વર્ષ સુધી પાકિસ્તાનની મદદ કરી, જેની સામે અમને હંમેશા છેતરપિંડી જ કરી. અમારાં લીડર્સને બેવકૂફ સમજ્યા, હવે આ બધું વધુ નહીં.’ ઉલ્લેખનીય છે કે, આ પહેલાં એવા રિપોટ્‌ર્સ સામે આવ્યા હતા કે, અમેરિકા પાકિસ્તાનને આતંકવાદી સામે લડવા માટે આપવામાં આવતી ૨૫.૫ કરોડ ડોલર (૧૬૨૮ કરોડ રૂપિયા)ની મદદ પર પ્રતિબંધ લગાવવાનું વિચારી રહ્યું છે. ટ્રમ્પે ટ્‌વીટ કરી હતી, અમેરિકાએ મૂરખની માફક પાકિસ્તાનને ૧૫ વર્ષ દરમિયાન ૩૩ બિલિયન ડોલર એટલે કે, ૨ લાખ કરોડ રૂપિયાથી વધુની મદદ કરી.જેની સામે તેઓએ અમેરિકાને માત્ર જૂઠ અને છેતરપિંડી જ કરી. તેઓ અમારાં લીડર્સને બેવકૂફ સમજી રહ્યા છે. પાકિસ્તાને આતંકવાદીઓને આશ્રય આપ્યો, જેને અમે અફઘાનિસ્તાનમાં શોધી રહ્યા હતા. આ બધું હવે વધુ નહીં.પાકિસ્તાનના ફોરેન મિનિસ્ટર ખ્વાજા આસિફે ટ્રમ્પના ટ્‌વીટનો જવાબ આપ્યો હતો.આસિફે કહ્યું, ’અમે ટ્રમ્પના ટ્‌વીટનો ટૂંક સમયમાં જ જવાબ આપીશું. અમે વિશ્વને હકીકત જણાવીશું. અમે જણાવીશું કે સત્ય શું છે અને ખોટું શું છે.’ન્યૂઝ એજન્સીએ ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર જણાવ્યું હતું કે, ટ્રમ્પે નિવેદન આપ્યું હતું કે પાકિસ્તાન અરાજકતા, હિંસા અને આતંકવાદ ફેલાવનારાઓને સુરક્ષિત સ્થાન આપે છે.આ નિવેદન બાદ બંને દેશોના સંબંધોમાં તણાવ આવી ગયો છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, પાકિસ્તાનને આતંકવાદને નાબૂદ કરવાના નામે આર્થિક મદદ કરવી જોઇએ કે નહીં.ઉલ્લેખનીય છે કે, અમેરિકા ૨૦૦૨થી અત્યાર સુધી પાકિસ્તાનને આતંકવાદ સામે લડવા માટે ૩૩ અબજ ડોલર (અંદાજિત ૨ લાખ ૧૧ હજાર કરોડ રૂપિયા)ની આર્થિક મદદ આપી ચૂક્યું છે.અમેરિકાએ ઓગસ્ટમાં કહ્યું હતું કે, જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદી સંગઠનો પર કાર્યવાહી ઝડપી નથી બનાવતું, ત્યાં સુધી તેને મળતી ૨૫.૫ કરોડ ડોલરની આર્થિક સહાય અટકાવી દેવામાં આવશે.પાકિસ્તાન મિલિટરીના સ્પોક્સમેન મેજર જનરલ આસિફ ગફૂરે આ વાતને સ્પષ્ટ નકારી દીધી હતી કે, પાકિસ્તાન આતંકવાદીઓ વિરૂદ્ધ કોઇ કાર્યવાહી નથી કરી રહ્યું.ગફૂરે જણાવ્યું કે, પાકિસ્તાન અન્ય કોઇ દેશના સુચનો વગર પણ વિસ્તારમાં મોજૂદ આતંકવાદી જૂથો વિરૂદ્ધ કાર્યવાહી જાળવી રાખશે.ઉલ્લેખનીય છે કે, આ મહિનાના શરૂઆતમાં અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સી સીઆઇએના ડાયરેક્ટર માઇક પોમ્પિયોએ વોર્નિંગ આપી હતી.તેઓએ કહ્યું હતું કે, અમેરિકા પાકિસ્તાનમાં આતંકવાદીઓના સુરક્ષિત આશ્રયસ્થાનો નાબૂદ કરવા માટે કંઇ પણ કરી શકે છે.

Related posts

China trade deal as ‘much better’ than expected : Trump

aapnugujarat

અમેરિકા દુનિયાની રખવાળીનો ઠેકો ન લઈ શકે : ટ્રમ્પ

aapnugujarat

ન્યૂયોર્ક હુમલા પછી વિઝા કાર્યક્રમ બંધ કરવા ટ્રમ્પની ગર્જના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1