Aapnu Gujarat
ગુજરાત

પાટીદાર આંદોલનમાં ઘવાયેલા યુવાનને રૂ.૧૦ લાખની સહાય : મહેસાણામાં યોજાયો કાર્યક્રમ

પાટીદાર અનામત આંદોલન દરમિયાન પોલીસ દમનની ઘટના વખતે અનેક યુવાનોને ઇજા ૫હોંચી હતી. મહેસાણામાં આ સમયે ઇજાગ્રસ્ત થયેલા એક આવા જ યુવાનને પાટીદાર સમાજની ૬ જેટલી સંસ્થાએ એકત્ર થઇને રૂ.૧૦ લાખની સહાય અર્પણ કરી છે.   આ સહાયનો ચેક અર્પણ કરવાનો એક કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો.મહેસાણામાં પાટીદાર આંદોલન દરમિયાન ભોગ બનનાર યુવાનને પાટીદાર સમાજની ટોચની ૬ સંસ્થા દ્વારા રૂ. ૧૦ લાખની સહાય કરવામાં આવી છે.
આંદોલન દરમિયાન પ્રતિક પટેલ નામનો યુવાન ઘાયલ થયો હતો. પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા ઘાયલ યુવાન પ્રતીકને સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉ૫રાંત આ યુવાનના ૫રિવારનું ગુજરાન ચાલતું રહે તેવા આશયથી તેમના પત્નીને પાટીદાર સંસ્થામાં નોકરી ૫ણ આપવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે આંદોલન સમયની ઘટના વખતે પાટીદાર સમાજના ૧૪ યુવાનોના મોત નિ૫જ્યા હતાં. જ્યારે અનેક યુવાનો ઘાયલ થયા હતાં. જેને તબક્કાવાર પાટીદાર સંસ્થા દ્વારા સહાય કરવામાં આવી રહી છે.

Related posts

२२ को पीएम नर्मदा पम्पिंग स्टेशन का लोकार्पण करेंगे

aapnugujarat

सरकारी वाहन में ३ पुलिसकर्मी जुआ खेलते हुए गिरफ्तार हुए

aapnugujarat

ગાંધીનગરમાં પેપર લીક મામલે કોંગ્રેસનો હોબાળો, સરકારની મિલીભગતથી પેપર ફૂટ્યા- અમિત ચાવડા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1