Aapnu Gujarat
ગુજરાત

ભાજ૫ના કાર્યકર ખૂલ્લી તલવાર લઇને ગ્રામજનો સામે દોડ્યા : મહેસાણાના પાચોટનો બનાવ

હાલ ચૂંટણીના માહોલમાં ઠેર ઠેર ઉમેદવારો સામે વિરોધ થવાના બનાવો સામે આવતા રહે છે. ખુદ વડાપ્રધાન મોદી સુધી વિરોધનો સુર ૫હોંચી રહ્યો છે તેવી સ્થિતિમાં મહેસાણાના પાચોટમાં ભાજ૫ના ઉમેદવારનો થતો વિરોધ સહન ન કરી શકતા ભાજ૫ના કાર્યકર સરાજાહેર ખૂલ્લી તલવાર લઇને ગ્રામજનો સામે દોડ્યા હતાં. કાર્યકરનો આ રોફ હાજર અનેક લોકોએ મોબાઇલ કેમેરામાં કેદ કરી લીઘો હતો.  સ્થિતિનો તાગ પારખીને કેટલાક સમજુ લોકો વચ્ચે ૫ડીને આ કાર્યકરને લઇ ગયા હતાં.મહેસાણા તાલુકાના પાચોટ ગામે ભાજપનો વિરોધ કરવામાં આવ્યો છે.  ભાજપના ઉમેદવાર રજની પટેલ ગામમાં આવતા વિરોધ થયો હતો. ગામની મહિલાઓએ હાથમાં થાળી વેલણ લઇને વિરોધ કર્યો હતો. રજની પટેલનો વિરોધ થતા ભાજપ કાર્યકર અને જિલ્લા ભાજપ આઇટી સેલના ચંદ્રેશ પટેલ ખુલ્લી તલવાર સાથે દોડી આવ્યા હતાં. ભાજપના કાર્યકર ખુલ્લી તલવાર સાથે દોડતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જો કે તરત જ વચ્ચે ૫ડેલા સમજુ લોકોએ કાર્યકરને લઇ જઇને મામલો થાળે પાડ્યો હતો.

Related posts

મોદી દેશનાં ચોકીદાર નહીં અનિલ અંબાણીનાં ભાગીદાર છે : કોંગ્રેસ

aapnugujarat

म्युनिसिपल प्रशासन की और एक गलती : एक ही रास्ते दो बार रिसरफेस करने से लाखों का नुकसान

aapnugujarat

2008 Mumbai attack case : Sailor of Kubera boat got justice after 11 years

aapnugujarat

Leave a Comment

UA-96247877-1