Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં ૧૪.૭૧ કરોડની કિંમતનો વિદેશી દારૂ કબજે

રાજય વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામા આવી ત્યારથી અત્યાર સુધીમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નશાબંધીના કાયદા હેઠળ કાર્યવાહી કરીને રૂપિયા ૧૪.૭૧ કરોડની કિંમતના વિદેશી દારૂના જથ્થા ઉપરાંત કુલ ૨૨,૦૪૩ જેટલા કેસ કરીને ૧૭૮૮૬ લોકોની નશાબંધીના કાયદા હેઠળ ધરપકડ કરીને કાર્યવાહી કરવામા આવી છે.પોલીસ તંત્ર દ્વારા રાજયના વિવિધ વિસ્તારોમાં દરોડાની કાર્યવાહીમા દેશી-વિદેશી દારૂ તેમજ તે કેસમાં જપ્ત વાહનો અને અન્ય સામગ્રી મળી કુલ ૩૫,૪૧,૧૧,૫૯૭ની રકમનો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો છે.નશાબંધીના ૨૨,૦૪૩ કેસોમા કાર્યવાહી કરીને ૧૭૮૮૬ લોકોની ધરપકડ કરવામા આવી છે.આ ઉપરાંત ગુજરાત નશાબંધી એકટ હેઠળ ૨૧,૮૫૭ કેસ નોંધીને કાર્યવાહી કરવામા આવી છે.જયારે ક્રિમીનલ પ્રોસીઝર કોડની વિવિધ કલમ હેઠળ કુલ ૧,૧૮,૮૨૪ લોકો સામે અટકાયતી પગલા લેવામા આવ્યા છે.રાજયમાં રૂપિયા ૧૪.૭૧ કરોડની કિંમતનો વિદેશી દારૂ,રૂપિયા ૨૧.૨૧ લાખની કિંમતનો દેશી દારૂ અને રૂપિયા ૨૦.૪૮ કરોડની અન્ય ચીજો મળી કુલ રૂપિયા ૩૫.૪૧ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો છે.રાજયમાં અત્યાર સુધીમાં ૫૬૪૩૯ હથિયાર પરવાનેદારો પૈકી ૫૦૫૮૯એ પોતાના હથિયાર જમા કરાવ્યા છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

માંડલમાં ભાજપના આગેવાનોએ સાત પગલા ખેડૂત કાર્યક્રમ નિહાળ્યો

editor

હાર્દિક પટેલ ૨ જૂને ભાજપમાં જાેડાઈ જશે

aapnugujarat

દાઉદી વ્હોરાના ધર્મગુરુઓ રૂપાણીને મળ્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1