Aapnu Gujarat
રાષ્ટ્રીય

સોનિયા ગાંધી બિનએનડીએ પક્ષોને એક કરવા કામો કરશે

રાહુલ ગાંધીને પાર્ટી પ્રમુખ તરીકે તાજપોશીનો તખ્તો તૈયાર કરાઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની ભાવિ ભૂમિકા શું રહેશે તેને લઇને ચર્ચા છેડાઈ ગઈ છે. પરંતુ જાણકાર લોકોનું કહેવું છે કે, સોનિયા ગાંધી ૧૯ વર્ષ સુધી પાર્ટી પ્રમુખ તરીકે રહી ચુક્યા છે. પાર્ટી પ્રમુખ તરીકેની જવાબદારીમાંથી મુક્ત થયા બાદ સોનિયા ગાંધી મોટી નવી જવાબદારી સંભાળશ.ે સુત્રોનું કહેવું છે કે, પોતાના હોદ્દાથી દૂર થઇ ગયા બાદ સોનિયા ગાંધી બિનએનડીએ પક્ષોને એક સાથે લાવવા માટેની જવાબદારી સંભાળી શકે છે. રાહુલ ગાંધી ૨૦૧૩માં પાર્ટીના નાયબ અધ્યક્ષ બન્યા હતા. ત્યારબાદથી નાયબ અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. રાહુલને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરવાની પણ તૈયારી થઇ રહી હોવાના અહેવાલ મળ્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પહેલાથી જ કહી ચુક્યા છે કે, રાહુલને વહેલીતકે પાર્ટી પ્રમુખ તરીકેની જવાબદારી સોંપાશે. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ ગુલામ નબી આઝાદે કહ્યું છે કે, રાહુલ ગાંધી આ વર્ષે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સંભાળી લેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, પાર્ટીની અંદર રાહુલને રાષ્ટ્રીય પ્રમુખપદની જવાબદારી આપવાને લઇને નિર્ણય કરવામાં આવી ચુક્યો છે. કોઇપણ સમયે તેમના પ્રમુખ તરીકેની જાહેરાત કરવામાં આવી શકે છે. પહેલા કોંગ્રેસી નેતાઓ સંકેત આપી રહ્યા હતા કે, દિવાળી બાદ રાહુલની તાજપોશી થશે પરંતુ આ મામલો ટળી ગયો હતો.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

યુપીમાં લશ્કરે તોઇબાના મોટું નેટવર્ક પકડાયું : ૧૦ પકડાયા

aapnugujarat

૪ પાસ ૧૩ વેઈટરની ભરતી માટે હજારો એમબીએ અને પોસ્ટ ગ્રેજ્યુએટે ભર્યા ફોર્મ

aapnugujarat

અયોધ્યા : ૨૯મીએ થનારી સુનાવણી પણ ટળી ગઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1