Aapnu Gujarat
રાષ્ટ્રીય

કાશ્મીરમાં ત્રાસવાદી સંગઠનોની કમર તુટી રહી છે : હેવાલ

જમ્મુકાશ્મીરમાં મજબુત ગ્રાઉન્ડ ઇન્ટેલિજન્સની સહાયથી ત્રાસવાદીઓની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના કારણે હવે ત્રાસવાદી સંગઠનની કમર તુટી ગઇ છે. સ્થિતી એ છે કે આ વર્ષે જેટલા ત્રાસવાદીઓની ભરતી કરવામાં આવી છે તેના કરતા વધારે ત્રાસવાદીઓ માર્યા ગયા છે. રાજ્યમાં હવે અલગતાવાદીઓ હવે વિદેશી ઘુસણખોરો પર વધારે આધાર રાખી રહ્યા છે. ઇન્ટેલિજન્સ રેકોર્ડ મુજબ આ વર્ષે જમ્મુ કાશ્મીરમાં જ્યારે ત્રાસવાદી સંગઠનોમાં ૭૧ ત્રાસવાદીઓની ભરતી થઇ છે. જ્યારે ૧૩૨ ત્રાસવાદીઓને લશ્કરી ઓપરેશનમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. પાકિસ્તાન અને પોકમાંથી આ વર્ષે જુલાઇ સુધી ૭૮ ત્રાસવાદીઓ દ્વારા ઘુસણખોરી કરવામાં આવી હતી. જ્યારે ગયા વર્ષે ૨૦૧૬માં આ આંકડો ૧૨૩ ઉપર રહ્યો હતો. આ પ્રવાહને જોતા ખીણમાં સક્રિય ત્રાસવાદીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ વર્ષે લશ્કલશ્કરી ઓપરેશનમાં જે ૧૩૨ ત્રાસવાદીઓ માર્યા ગયા છે તેમાં ૭૪ વિદેશી નાગરિકો સામેલ છે. અને ૫૮ સ્થાનિક ત્રાસવાદીઓ સામેલ છે. આ ત્રાસવાદીઓમાં લશ્કરે તોયબાના ૧૪, હિજબુલના અને અલ બદરના ટોપ કમાન્ડર પણ સામેલ છે. રાજ્ય પોલીસ, સેના અને સીઆરપીએફનમા સંયુક્ત ઓપરેશનથી મોટી સફળતા હાંસલ થઇ રહી છે. ખીણમાં હિજબુલ મુજાહીદ્દીનનુ નેતૃત્વ કરનાર ત્રાસવાદી બુરહાન વાનીને સેનાએ ગયા વર્ષે આઠમી જુલાઇના દિવસે એન્કાઉન્ટરમાં ઠાર મારી દીધો હતો. ત્યારબાદ જાકીર મુસા પણ ઠાર થયો હતો. મોટા ત્રાસવાદી હાલના વર્ષોમાં ઠાર કરી દેવામાં આવ્યા છે.

Related posts

शिवराज सरकार के खिलाफ प्रदर्शन करें : दिग्विजय

aapnugujarat

Orders issued to hold special drive for safety of industries : AP govt

editor

हम बीजेपी और मोदी की नफरत और असहिष्णुता का जवाब प्यार और स्नेह से देंगे : राहुल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1