Aapnu Gujarat
બિઝનેસ

જિયોના ગ્રાહકોની સંખ્યા ૧૩.૮૬ કરોડ થઈ

મુકેશ અંબાણીની નવી દૂરસંચાર કંપની રિલાયન્સ જિયોના ગ્રાહકોની સંખ્યા ૩૦ સપ્ટેમ્બરે સમાપ્ત થતાં ત્રિમાસીક ગાળામાં વધીને ૧૩.૮૬ કરોડ થઈ ગઈ છે. કંપનીને આ ત્રિમાસીક ગાળામાં લગભગ દોઢ કરોડ નવા ગ્રાહકો મળ્યા છે. કંપનીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સપ્ટેમ્બર ૨૦૧૭માં સમાપ્ત થયેલા ત્રિમાસીક ગાળામાં તેમને ૨૭૦.૫ કરોડ રૂપિયાનું નુકશાન થયું.જૂન ત્રિમાસીકમાં આ નુકશાન ૨૧.૩ કરોડ રૂપિયા રહ્યો હતો. આ દરમિયાન કંપનીની સિંગલ ઓપરેટિંગ ઈન્કમ લગભગ૬,૧૪૭ કરોડ રૂપિયા રહી.
કંપનીના નિવેદનમાં આ ત્રિમાસીકમાં શુદ્ધ રીતે તેને ૧.૫૩ કરોડ નવા ગ્રાહકો મળ્યા અન તેના ગ્રાહકોની સંખ્યા વધીને ૧૩.૮૬ કરોડ થઈ ગઈ.ઉલ્લેખનિય છે કે, કંપનીની ત્રિમાસીક પરિણામ એવા સમયે આવ્યા છે, જ્યારે દૂરસંચાર ક્ષેત્રની નાણાકિય સમસ્યાઓને લઈને ખુબ જ ચર્ચા છે અને આ વિલય અને અધિગ્રહણના કરાર સાથે એકિકરણના રસ્તા પર છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીજના ચેરમેન મુકેશ અંબાણીએ જિયોના પરિણામ પર કહ્યું કે, કંપની આવતી પેઢીનાં કારોબાર માટે ડેટાનો પાયો તૈયાર કરી રહી છે.
કંપનીનું કહેવું છે કે, આ પરિણામો હેઠળ રિલાયન્સ જિયો દુનિયાની સૌથી ફાસ્ટ વધી રહેલ ડિજિટલ સર્વિસેસ પ્લેટફોર્મ બની ગયું છે. આ ત્રિમાસીક પર તેના ૪જી નેટવર્ક પર ૩૭૮ કરોડ જીબી ડેટાનો ઉપયોગ થયો જે એક રેકોર્ડ છે.

Related posts

शहरी गैस नेटवर्क विस्तार में 1.2 लाख करोड़ रुपए निवेश की योजना : प्रधान

aapnugujarat

વિશ્વભરમાં વોટ્‌સએપ થોડાક સમય માટે બંધ

aapnugujarat

૨૦૧૯ની તૈયારીને ધ્યાનમાં લઇ સામાન્ય બજેટ રજૂ થયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1