Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બીઆરડી મેડિકલ કોલેજ ગોરખપુર : ચાર દિવસમાં ૬૯ બાળકના થયેલા મોત

ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં બીઆરડી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં બાળકોના મોતના બે મહિના બાદ જ છેલ્લા ચાર દિવસમાં હોસ્પિટલામાં ૬૯ બાળકોના મોત થતા ખળભળાટ મચી ગયો છે. ઉત્તરપ્રદેશ સરકાર પર ફરી એકવાર પ્રશ્ન ઉઠી રહ્યા છે. સાથે સાથે બીઆરડી કોલેજ ફરી વિવાદના ઘેરામાં છે. દરરોજ મોટી સંખ્યામાં મોત કેમ થઇ રહ્યા છે તે સંબંધમાં ઉંડી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાતમી ઓક્ટોબરના દિવસે ૧૨ બાળકોના મોત થયા હતા. આઠમી ઓક્ટોબરના દિવસે ૨૦ બાળકોના મોત થયા હતા. નવમી ઓક્ટોબરના દિવસે ૧૮ બાળકોના મોત થયા હતા. જ્યારે દસમી ઓક્ટોબરના દિવસે ૧૯ બાળકોના મોત થયા હતા. બીઆરડી મેડિકલ કોલેજ પ્રિન્સિપાલ પીકે સિંહે કહ્યુ છે કે છેલ્લા ૨૪ કલાકમાં ૧૩ નવજાત શિશુ સહિત ૧૯ બાળકોના મોત થયા છે. અન્ય છ બાળકોના પણ મોત થયા છે. જાપાની તાવના કારણે બાળકોની હાલત કફોડી બનેલી છે. એનઆઇસીયુમાં હાલમાં ૧૧૮ બાળકો દાખલ કરવામાં આવેલા છે. જે પૈકી જુના જુદા તબીબી કારણોસર ૧૩ બાળકોના મોત થઇ ચુક્યા છે. પ્રિન્સિપાલે કહ્યુ છે કે બાળકોના વોર્ડમાં ૩૩૩ દર્દીઓને દાખલ કરવામાં આવેલા છે. જે પૈકી ૧૦૯ બાળકો જાપાની તાવના કારણે ગ્રસ્ત છે. મોટી સંખ્યામાં નવજાત શિશુ જાપાની તાવથી પિડાઇ રહ્યા છે. અત્રે નોંધનીય છે કે સાતમી ઓગષ્ટથી ૧૧મી ઓગષ્ટના દિવસે પાંચ દિવસમાં બાબા રાઘવદાસ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે કુલ ૬૦ના મોત થયા હતા. મિડિયા હેવાલમાં કહેવામાં આવ્યુ હતુ કે ઓક્સિજનની કમીના કારણે પણ કેટલાક બાળકોના મોત થયા હોવાનો આક્ષે માતાપિતા દ્વારા કરવામાં આવ્યો હો. એકંદરે સાતમી ઓક્ટોબર બાદથી હોસ્પિટલમાં ૬૯ લોકોના મોત થયા હતા. એકલા ઓગષ્ટ મહિનામાં જ બાબા રાઘવ દાસ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ૨૯૬ બાળકોના મોત થયા હતા. અધિકારીઓએ વિગત આપતા કહ્યુ છે કે આ વર્ષે જાન્યુઆરી બાદથી બીઆરડી મેડિકલ કોલેજમાં ૧૪૭૦ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ૩૧૦ના મોત થઇ ચુક્યા છે. બાળકોના મોતના મામલે ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક રિપોર્ટ પણ રજૂ કરવામાં આવી ચુક્યા છે.

Related posts

આસામમાં નોકરીના બદલામાં રોકડાનો કાંડ

aapnugujarat

कृषि क्षेत्र सरकार की प्राथमिकताओं में : सीतारमण

aapnugujarat

તાજમહલના સંરક્ષણને લઇ સુપ્રીમ લાલઘૂમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1