Aapnu Gujarat
મનોરંજન

સુશાંત આગામી ફિલ્મમાં ડાકુના પડકારરૂપ રોલમાં

ઇશ્કિયા, ડેઢ ઇશ્કિયા અને ઉડતા પંજાબ જેવી સુપરહિટ ફિલ્મ બનાવનાર નિર્દેશક અભિષેક ચૌબે ટુંક સમયમાં જ પોતાની નવી ફિલ્મ શરૂ કરવાની જાહેરાત કરી શકે છે. લીકથી હટીને પોતાની ફિલ્મો બનાવવા માટે જાણીતા રહેલા અભિષેક ચૌબેની આગામી ફિલ્મ ચંબલના ડાકુ પર આધારિત રહેશે. ૭૦ના દશકમાં ચંબલના ડાકુઓ પર બનનાર આ ફિલ્મ માટે એમએસ ધોની ફેઇમ સુશાંત સિહ રાજપુતની પસંદગી કરી લેવામાં આવીછે.સુત્રોની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો ફિલ્મના પ્રોડક્શનની જવાબદારી રોની સ્કુવાળા અદા કરનાર છે. ફિલ્મમાં સુશાંત એક ડાકુની ભૂમિકામાં નજરે પડનાર છે. ફિલ્મના શુટિંગને પણ ચંબલમાં જ હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દરેક બાબત યોજવા મુજબ આગળ વધશે તો ફિલ્મ વર્ષના અંત સુધી રજૂ કરવામા ંઆવી શકે છે. સુત્રોની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો ફિલ્મ માટે પ્રથમ પસંદગી તરીકે રણવીર સિંહ હતો. પરંતુ કેટલાક કારણોસર રણવીરને ફિલ્મ માટે રાજી કરી શકાયો ન હતો. આખરે સુશાંતની પસંદગી કરવામાં આવી હતી. સુશાંત પણ તેની એક્ટિંગ કુશળતા મો જાણીતો રહ્યો છે. ધોની ફિલ્મમાં તેની યાદગાર ભૂમિકા હતી. આ ફિલ્મના કારણે તે રાતોરાત સ્ટાર બની ગયો હતો. સુશાંત હાલમાં પોતાની ચંદા મામા દુર કે ફિલ્મના શુટિંગને લઇને વ્યસ્ત બનેલો છે. કૃતિ અને તેમની વચ્ચેના પ્રેમ સંબંધોની પણ હાલમાં ભારે ચર્ચાછે. જો કે પોતાના સંબંધ અંગે વાત કરવામાં તેઓ ઇન્કાર કરે છે. કૃતિ સનુને પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત ટાઇગર સાથેની ફિલ્મ હિરોપંતિ મારફતે કરી હતી. જો કે કૃતિ દિલવાલે ફિલ્મના કારણે જાણીતી થઇ ગઇ હતી. આ ફિલ્મમાં તેની સાથે વરૂણ હતો ફિલ્મમાં અભિનેત્રીને લઇને સસ્પેન્સ છે. જો કે કૃતિના નામ પર પણ ચર્ચા છે.

Related posts

Mahesh Bhatt is harassing, threatening, want me to do as he wants : Luviena Lodh

editor

सोनू सूद के खिलाफ BMC ने दर्ज कराया केस

editor

आदित्य पंचोली-जरीना ने कंगना रनौत को भेजा नोटिस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1