Aapnu Gujarat
બિઝનેસ

૧૦ કંપનીઓ પૈકીની ૬ની મૂડી ૧૩,૭૯૯ કરોડ ઘટી

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ૬ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૧૩૭૯૯.૦૮ કરોડનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. એફએમસીજીની મહાકાય કંપની એચયુએલની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ, ટીસીએસ, આઈટીસી, હિન્દુસ્તીન યુનિલીવર, મારુતિ સુઝુકિ અને ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ઘટાડો થયો છે જ્યારે એચડીએફસી બેંક, એચડીએફસી, એસબીઆઈ અને આઈઓસીની માર્કેટ મૂડીમાં વધારો નોંધાયો છે. શુક્રવારના દિવસે ગણેશ ચતુર્થીના પ્રસંગે શેરબજારમાં રજા રહી હતી. ટોચની ૧૦ કંપનીઓ પૈકી એચયુએલની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ૪૪૯૧.૨૬ કરોડનો ઘટાડો થતાં તેની માર્કેટ મૂડી ઘટીને ૨૫૫૧૭૯.૫૫ કરોડ થઇ ગિ છે. જ્યારે ટીસીએસની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ૩૩૫૯.૫૮ કરોડનો ઘટાડો થતાં તેની માર્કેટ મૂડી ઘટીને ૪૭૭૬૭૨.૧૮ કરોડ થઇ છે. આરઆઈએલની માર્કેટમૂડીમાં ૨૬૦૧.૫૨ કરોડનો ઘટાડો થતાં તેની માર્કેટ મૂડી ૫૦૯૭૦૯ કરોડ થઇ છે. આવી જ રીતે ઇન્ફોસીસની માર્કેટ મૂડી ૨૪૩૪.૬૭ કરોડ ઘટીને ૨૦૯૫૯૮.૩૫ કરોડ થઇ છે. મારુતિની માર્કેટ મૂડી ૫૪૬.૭૭ કરોડ ઘટીને હવે ૨૨૯૬૩૯.૭૫ કરોડ નોંધાઈ છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ચાર કારોબારી દિવસો રહ્યા હતા. શુક્રવારના દિવસે રજા રહી હતી. આ ગાળા દરમિયાન આઈટીસીની માર્કેટ મૂડી ૩૬૫.૨૮ કરોડ ઘટી હતી. બીજી બાજુ જે કંપનીઓની માર્કેટમૂડીમાં વધારો થયો છે તેમાં એચડીએફસીની માર્કેટ મૂડી તથા એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૩૩૨૧.૯૬ અને ૩૦૫૧.૫૫ કરોડનો વધારો નોંધાયો છે. એસબીઆઈની માર્કેટ મૂડી આ ગાળામાં ૧૫૫૩.૭૭ કરોડ વધીને હવે ૨૪૨૦૮૫.૮૫ કરોડ થઇ છે. આઈઓસીએ પણ પોતાની માર્કેટ મૂડીમાં ૬૩૧.૨૭ કરોડનો વધારો કરી લીધો છે. ટોપ ૧૦ કંપનીઓની રેંકિંગની વાત કરવામાં આવે તો આરઆઈએલ પ્રથમ ક્રમાંક પર અને ટીસીએસ બીજા ક્રમે છે. સેન્સેક્સ અને નિફ્ટી ૭૧ પોઇન્ટ ઉછળીને સતત આઠમા સાપ્તાહિક ગાળામાં બંધ રહ્યા હતા. બંનેમાં ક્રમશઃ ૦.૨૨ અને ૦.૧૯ ટકાનો વધારો નોંધાયો હતો.

Related posts

બજેટ પહેલા શેરબજાર વધુ મજબુત બને તેવી સંભાવના

aapnugujarat

સહારાની એમ્બી વેલીની નવેસરથી હરાજીને લીલીઝંડી

aapnugujarat

આરબીઆઈએ રેપો અને રિવર્સ રેપોરેટમાં વધારો કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1