Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થવાના હોવ તો ૮૫ રૂપિયા વધુ ચૂકવવા પડશે

છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ એરપોર્ટ જવાનું કે ત્યાંથી આવવાનું કામ હવે માથાનો દુખાવો બની ગયું છે. જો હવે તમે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થવાના હોવ તો વધુ ૮૫ રૂપિયા ચૂકવવા પડશે. એરપોર્ટ ઓથોરિટીએ કોમર્શિયલ વાહન માટે ૧૦ મિનિટનો ફ્રી પેસેજ કેપ દુર કરી દેતા હવે જો એરપોર્ટથી ટેક્સી લઈને ઘરે જવું હશે કે પછી મહેમાનને તેડવા જવું હશે તો વધારાના રૂ.૮૫ ચૂકવવા તૈયાર રહેવું પડશે.નવા નિયમને કારણે મુસાફરોની સમસ્યા વધી રહી છે. આના કારણે કેટલાક રેડિયો ટેક્સીવાળા એન્ટ્રી ફી ગ્રાહકોના બીલમાં જોડી રહ્યા છે તો કેટલાક ટેક્સીવાળાએ તો એરપોર્ટ આવવાનું જ બંધ કરી દીધું છે. જેના કારણે ફ્લાઇટમાં અમદાવાદ આવતા મુસાફરોને પણ તકલીફ પડી રહી છે. હકીકતમાં ૧૦ મિનિટની સમય મર્યાદા એટલા માટે ઉઠાવી લીધી છે કે તેના કારણે એરપોર્ટના એક્ઝિટ ગેટ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા.અમદાવાદ એરપોર્ટ પર દરરોજ ૧૦૦૦ જેટલા કોમર્શિયલ વાહનોની અવર જવર રહે છે. અમદાવાદ એરપોર્ટ પાછલા કેટલાક સમયથી જુદા જુદા અનેક વિવાદમાં ઘેરાતું રહ્યું છે. હવે આ નવો વિવાદ ઉભો થયો છે.

Related posts

राज्य में स्वाइन फ्लू का आतंक : मौत का आंकड़ा बढ़कर १४०

aapnugujarat

દક્ષિણ ઝોનમાં ડમી સ્ટાફ જ અરજીનો નિકાલ કરે છે

aapnugujarat

ઉમરેઠમાં ૬૮ વર્ષનાં વૃદ્ધએ માનસિક અસ્થિર યુવતીને વાસનાનો શિકાર બનાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1