Aapnu Gujarat
રાષ્ટ્રીય

બટાકા અને ડુંગળીના ભાવમાં થયો વધારો

લસણના ભાવથી પરેશાન લોકોને રાહત મળ્યા બાદ હવે બટાટા અને ડુંગળીના ભાવમાં થયેલા વધારાથી મુશ્કેલીમાં વધારો થયો છે. એક મહિના પહેલા 350 થી 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા લસણના ભાવમાં ઘટાડો થયો છે. તો બીજી તરફ બટાકાના ભાવમાં એક અઠવાડિયામાં કિલોએ 10 રૂપિયાનો વધારો થયો છે.

બટાકા ઉપરાંત ડુંગળીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે અને ભાવ 5 રૂપિયા વધીને 30 થી 35 રૂપિયા થયા છે. વેપારીઓએ કહ્યુ કે, હોળીનો તહેવાર નજીક આવતાં જ બટાકાના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. એક અઠવાડિયા પહેલા જે બટાટા જથ્થાબંધ બજારમાં 8 રૂપિયે કિલો અને છૂટકમાં 15 થી 18 રૂપિયાના ભાવે વેચાતા હતા તે હવે હોલસેલમાં 15 રૂપિયા કિલો અને છૂટકમાં 22 થી 25 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે.

બટાકાના વેપારીએ જણાવ્યું કે, બટાકાના ભાવ હવે સ્થિર રહેશે. આવનારા સમયમાં ડુંગળીના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયે રજૂ કરેલા વર્ષ 2023-24 માટે બાગાયતી પાકોના ઉત્પાદનના પહેલા આગોતરા અંદાજમાં બટાટા અને ડુંગળીના ઉત્પાદનમાં ઘટાડો થવાની વાત છે. આ અહેવાલ બાદ ભાવ વધવા લાગ્યા છે.

બે અઠવાડિયા પહેલા બટાટા છૂટક બજારમાં અંદાજે 10 રૂપિયા કિલોના ભાવે વેચાતા હતા. એક સપ્તાહ પહેલા તેના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો હતો અને હવે તે ડબલ થયા છે. છેલ્લા એક-બે સપ્તાહ દરમિયાન ડુંગળીના ભાવમાં પણ વધારો થયો છે.

દેશમાં ડુંગળીના સૌથી મોટા જથ્થાબંધ બજાર નાશિકમાં જ ડુંગળીના ભાવમાં વધારો થયો છે. આ વર્ષે 31 માર્ચ સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હતો. પરંતુ સમય પહેલા તેને દૂર કરી દેવામાં આવ્યો છે. તેથી જ ખેડૂતો ડુંગળીને અટકાવીને બજારમાં મોકલી રહ્યા છે. બજારમાં પૂરતી માત્રામાં ડુંગળી ઉપલબ્ધ નથી, ત્યારે તેના ભાવ વધશે.

Related posts

મહારાષ્ટ્ર પછી ઓરિસ્સામાં સેંકડો ખેડૂતોનો મોરચો

aapnugujarat

दिल्ली से बिहार जा रही बस ट्रक में घुसी, 16 लोगों की मौत

aapnugujarat

પાકિસ્તાન પોતાને નથી સંભાળી શકતું તો કાશ્મીર શું સંભાળશે : રાજનાથસિંહ

aapnugujarat
UA-96247877-1