Aapnu Gujarat
બિઝનેસ

અદાણી જૂથની કંપનીઓમાં ડોલરનો વરસાદ થશે

અદાણી જૂથની કંપનીઓમાં TAQA દ્વારા જંગી રોકાણ થવાની શક્યતા છે. TAQA એ અબુધાબી સ્ટોક એક્સ્ચેન્જ (ADX) પર બીજો સૌથી મોટો શેર છે અને અદાણી ગ્રૂપની કંપનીઓમાં અલગ અલગ રીતે 19.9 ટકા હિસ્સો ખરીદે તેવી શક્યતા છે. TAQA એટલે કે અબુધાબી નેશનલ એનર્જી કંપની ગૌતમ અદાણીના પાવર બિઝનેસમાં મૂડી રોકાણ કરવા તૈયાર છે. તેમાં થર્મલ જનરેશનથી લઈને ક્લિન એનર્જી અને ગ્રીન હાઈડ્રોજનમાં રોકાણ કરવામાં આવી શકે છે.

TAQA દ્વારા અદાણી જૂથની કંપનીઓમાં 1.5થી 2.5 અબજ ડોલરનું રોકાણ કરવામાં આવી શકે છે. અબુધાબી સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થયેલી TAQA એ એનર્જી અને વોટરના બિઝનેસ સાથે સંકળાયેલી છે અને વિશ્વના ચાર ખંડમાં 11 દેશોમાં હાજરી ધરાવે છે. એડીએક્સ પર TAQA એ બીજો સૌથી મોટો શેર છે. અદાણી એનર્જી સોલ્યુશનની હાલની વેલ્યૂ 91,660 કરોડ રૂપિયા છે જેમાં પ્રમોટર્સ 68.28 ટકા હિસ્સો ધરાવે છે. હાલના ભાવે લગભગ 20 ટકા હિસ્સો ખરીદવામાં આવે તો તેની વેલ્યૂ 18,240 કરોડ રૂપિયા એટલે કે 2.19 અબજ ડોલરની આસપાસ થશે. ગુરુવારે આ શેર 821 રૂપિયા પર બંધ આવ્યો હતો.

રિપોર્ટમાં જણાવ્યું હતું કે બંને પક્ષ એક સ્ટ્રેટેજિક એલાયન્સ કરે તેવી શક્યતા છે જેથી ઉત્તર આફિર્કા અને વેસ્ટ એશિયામાં સાથે મળીને કામ કરી શકાય. 2005માં સ્થાપવામાં આવેલી TAQAએ પાવર જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનના બિઝનેસમાં મૂડીરોકાણ કરેલું છે. આ ઉપરાંત તે અપસ્ટ્રીમ અને મિડસ્ટ્રીમ ઓઈલ અને ગેસ ઓપરેશન્સમાં પણ હાજરી ધરાવે છે. આ કંપની યુએઈ, સાઉદી અરેબિયા, કેનેડા, ઘાના, ભારત, ઈરાક, મોરક્કો, ઓમાન, અમેરિકા અને યુકેમાં પણ કામગીરી કરે છે.

અદાણી જૂથ એ ભારતના પાવર સેક્ટરમાં અગ્રણી પ્લેયર છે. તેની સાથે ભાગીદારી કરીને TAQA ઝડપથી વિકસીત બજારમાં આગળ વધી શકે છે. બુધવારે અમેરિકા સ્થિત GQG Partnersએ અદાણી પાવર લિમિટેડમાં 8710 કરોડ રૂપિયામાં 8.1 ટકા હિસ્સો ખરીદ્યો હતો. જીક્યુજી પાર્ટનર્સ અને અન્ય રોકાણકારોએ અદાણી પાવરમાં બ્લોકડીલ મારફત 31.2 કરોડ શેર ખરીદ્યા હતા. આ સોદો સરેરાશ 279.17 રૂપિયાના ભાવે થયો હતો.

આ શેર અદાણી પરિવારની બે સંસ્થાઓ – વર્લ્ડવાઈડ ઇમર્જિંગ માર્કેટ હોલ્ડિંગ અને એફ્રો એશિયા ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ્સ પાસેથી ખરીદવામાં આવ્યા હતા તેમ બીએસઈ પર બલ્ક ડીલ્સ ડેટા દર્શાવે છે. NSE પર બલ્ક ડીલના ડેટા મુજબ SB અદાણી ફેમિલી ટ્રસ્ટે અદાણી એન્ટરપ્રાઇઝના 1.8 કરોડ શેર રૂ 2,300ના ભાવે વેચ્યા હતા અને GS GQG પાર્ટનર્સ ઇન્ટરનેશનલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડે અદાણી ગ્રીન એનર્જીના 1.2 કરોડ શેર રૂ. 1100 કરોડમાં ખરીદ્યા હતા.

Related posts

ઓનલાઈન શોપિંગમાં આપવો પડશે આધાર નંબર

aapnugujarat

नहीं दिया पत्नी की मौत का क्लेम, अब LIC देगी 4 लाख रुपए मुआवजा

aapnugujarat

ओयो ने मल्टी-ब्राण्ड मैनेज्ड वर्कस्पेसेज़ सेंटर दिल्ली में खोला

aapnugujarat
UA-96247877-1