Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં પોલીસ હવે રખડતા ઢોર પકડવા એએમસીની ટીમને મદદ કરશે

અમદાવાદમાં રખડતા ઢોરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. હવે હાઈકોર્ટના કડક નિર્દેષો બાદ પોલીસ એક્શનમાં આવી છે. પોલીસ દ્વારા રખડતા ઢોરને લઈ એક સપ્તાહની ડ્રાઈવ યોજવામાં આવી છે.જેમાં પોલીસની ટીમ એએમસીના અધિકારીઓની મદદમાં રહીને રખડતાં ઢોર પકડશે. જો કોઈ કામગીરી દરમિયાન હૂમલો કરવાનો પ્રયાસ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં રસ્તા પર ઘાસચારો વેચતા લોકો સામે કાર્યવાહી કરવી અને ઢોરના કારણે થતી મુશ્કેલીઓના સંદર્ભે કડક કાર્યવાહી કરવા માટે શહેર પોલીસ દ્વારા એક સપ્તાહની એક્શન ડ્રાઈવ યોજવામાં આવી છે. રખડતા ઢોરોના અડફેટે આવતા નાગરિકોના આકસ્મિક મૃત્યુ બાદ અમદાવાદ શહેર પોલીસ એકશનમાં આવી છે. હવે પોલીસ રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટના દિશા-નિર્દેશનું પાલન કરશે. જે મુદ્દાના નિર્દેશ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે અમદાવાદ ટ્રાફિક પોલીસ માટે જાહેર કર્યા છે. આજથી ૧૭ ઓક્ટોબર સુધી આ કામગીરી ચાલશે.જેમાં પકડાયેલા ઢોર, વસુલેલ દંડ, દાખલ કરાયેલ એફઆઈઆર, ઘાસચારાનું વેચાણ કરતા ઈસમો, જાહેરનામાનો ભંગ કરનાર શખ્સો, ઢોર પકડવા ગયેલી પાર્ટી પર હુમલાનો બનાવ વગેરેની વિગત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી મોકલાશે. આ કામ માટે ટ્રાફિક પોલીસ ઇન્સ્પેકટર અને એસીપી ફિલ્ડમાં ઉતરશે. જ્યારે ડીસીપી સુપરવિઝન કરશે. આ કાર્યમાં નિષ્કાળજી બદલ પીઆઈ જવાબદાર ગણાશે. જ્યારે કામગીરીનો રિપોર્ટ પોલીસ ઇન્સ્પેકટરે ડીસીપી ને મોકલવાનો રહેશે. આ સમગ્ર અહેવાલ દરરોજ એડિશનલ ડીસીપી કચેરી ખાતે મોકલાશે.

Related posts

પશ્ચિમ રેલ્વેની ZRUCCની કમિટીમાં વિરમગામના નવદીપસિંહ વી. ડોડીયા ચુંટાયા

aapnugujarat

આજે નર્મદા જિલ્લાના કરજણ ડેમમાંથી ૩૦૦૦ ક્યુસેક પાણી છોડાયું

aapnugujarat

ગુજરાતમાં કોર્પોરેશન, નગર પાલિકાની પેટા ચૂંટણીઓના પરિણામમાં ભાજપનો સપાટો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1