Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પાંચ પીઆઈની બદલી

રાત્રે રાજય પોલીસ વડા આશિષ ભાટિયાએ બિન હથિયારધારી ૧૧૩ પોલીસ ઈન્સ્પેક્ટરોની સામૂહિક બદલીનો ગંજીફો ચીપવા આવ્યો છે. જે અન્વયે ગાંધીનગરનાં પાંચ પીઆઈની પણ બદલી કરાઈ છે. જેમાં ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ ૧નાં ઇન્સ્પેકટર એચ પી ઝાલાની જામનગર તેમજ એલસીબી – ૨નાં ઇન્સ્પેકટર જે એચ સિંધવની જુનાગઢ તેમજ ચીલોડા પીઆઈ એમ જી જાડેજાની વડોદરા પીટીએસ તેમજ પી વી વાઘેલાની અમદાવાદ બદલી કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આગમનને લઈને રાજ્યના વહીવટી તંત્રમાં ભારેખમ બદલાવ આવી રહયા છે. જેનો દૌર આજે પણ યથાવત રહ્યો છે. રાજય પોલીસ વડાએ એકસાથે ૧૧૩ પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરી દેવામાં આવી છે. વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી પહેલા જ રાજયભરના અનેક પોલીસ સ્ટેશનના પીઆઈની બદલીઓ કરવામાં આવી છે. આ અગાઉ ઓગસ્ટ મહિનામાં પણ ગુજરાતના બિન હથિયાર ધારી ૩૮ પીઆઈની બદલી કરાઈ હતી. મહત્વનું છે કે ૨૨ ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યના ૨૪ જીએએસ અધિકારીઓની બદલી કરી નવા સ્થળોએ ફરજ સોંપવામાં આવી હતી. ગુજરાતના વહીવટી તંત્રમાં ફેરફાર અંગે ચર્ચાએ જોર પકડ્યું છે. જેને સરકાર તબક્કાવાર સત્તાવાર મહોર લગાવી રહી છે . ઉલ્લેખનીય છે કે ૧૦ ઓગસ્ટે ૭૯ નાયબ કલેક્ટર અને ૬૪ જીએએસ કેડરના સિનિયર સ્કેલના અધિકારીઓ બદલાયા હતા. સરકારના આ બદલાવ પણ જારી રહ્યા છે. જે અન્વયે એક સાથે ૧૧૩ પીઆઈની બદલી કરી દેવાઈ છે. જે અન્વયે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ – ૧ ના પીઆઈ એચ પી ઝાલાની જામનગર તેમજ લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ જે એચ સિંધવની જુનાગઢ અને ચીલોડા પોલીસ મથકના પીઆઈ એમ જી જાડેજાની વડોદરા પીટીએસ તેમજ અન્ય એક પીઆઈ એમ જે હુદડની સુરત શહેરમાં બદલી કરી દેવાઈ છે. એજ રીતે વડોદરા શહેરમાંથી પીઆઈ વી આર ખેર, અમદાબાદ શહેરમાંથી પીઆઈ પી બી ખાંભલા, કચ્છ પૂર્વથી પીઆઈ એસ એસ દેસાઈ, અમદાવાદ શહેરથી પીઆઈ પી જે ચુડાસમા, જુનાગઢથી પીઆઈ આર વી વાજાની ગાંધીનગર જિલ્લામાં બદલી કરવામાં આવી છે.

Related posts

ભરૂચના યુવાનની દક્ષિણ આફ્રિકામાં હત્યા

aapnugujarat

જો કોંગીની સરકાર આવશે તો ગરીબને વર્ષે ૭૨ હજાર મળશે

aapnugujarat

નાની કડી ના પાટીદાર પરિવાર દ્વારા ઘરમાં રહેવા અનોખી રીતે સંદેશો પાઠવ્યો

editor

Leave a Comment

UA-96247877-1