Aapnu Gujarat
ગુજરાત

સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્ન પત્રો લઈ આપવાની વાતથી ચેતજો, 100 વિદ્યાર્થી સાથે છેતરપિંડી, ક્રાઈમ બ્રાન્ચના દરોડા

સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નપત્ર આપવાના બહાને કરવામાં આવેલી ઠગાઈનો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દરોડા પાડી ખેલ ખુલ્લો પાડવામાં આવ્યો છે. દહેગામ પાસે આવેલી ટ્રેનિંગ એકેડેમીમાં ક્રાઈમ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા હતા.
3 આરોપીની ધરપકડ આ મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે. 100થી વધુ વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ કર્યાનો ઘટસ્ફોટ થયો છે, અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાના નામે પ્રશ્ન પત્રો અાપવાની લાલચ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. ટ્રેનિંગ એકેડમીએ ઉમેદવારો સાથે પૈસા લઈને છેતરપિંડી કરી છે.
અલગ અલગ પરીક્ષાઓના આયોજન સરકાર દ્વારા અગાઉ કરવામાં આવી રહ્યા છે તો કેટલીક ભરતીઓ સંદર્ભે અત્યારે ટૂંક જ સમયમાં પરીક્ષાઓ પણ લેવામાં આવી રહી છે. ત્યારે આ વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રો લઈ આપવાનું સડયંત્ર આ ટ્રેનિંગ અેકેડમીએ રચ્યુ હતું. 100થી વધુ અલગ અલગ ભરતી પરીક્ષાના પેપર આપવાની વાત કરી ઠગાઈ કરવામાં આવી છે જોકે હજુ પણ વધુ સંખ્યામાં આ ઠગાઈ કરવામાં આવી શકે છે તેવું લાગી રહ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટ્રેનિંગ અેકેડમીના સ્થાપક સહીતની ધરપકડ આ મામલે અત્યારે કરવામાં આવી છે.

Related posts

નારોલમાં પ્લોટના કબજા માટે હુમલો, વોચમેનનું મોત

aapnugujarat

ખંભીસર : દલિતોના વરઘોડાના વિવાદમાં ફરિયાદ દાખલ

aapnugujarat

પાટણમાં દલિત યુવકનો અંગૂઠો કાપી નાખવાના કેસમાં બે શખસોની ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1