Aapnu Gujarat
રાષ્ટ્રીય

ચીન સરહદે ભારત મિસાઇલ વગરનું

ઉત્તર-પૂર્વમાં ચીન સામે સરહદી વિવાદ યુદ્ધમાં પરિણમી શકે તેવી સંભાવના વચ્ચે ભારત આકાશ મિસાઇલના સૂચિત છ કાફલાને હજુ ગોઠવી શક્યું નથી. સલામતી અંગેની કેબિનેટની કમિટીએ નવેમ્બર ૨૦૧૦માં જમીનથી આકાશમાં પ્રહાર કરી શકે તેવી મિસાઇલ સિસ્ટમ્સને તૈયાર કરવા મંજૂરી આપી હોવા છતાં ચીન સામે અવરોધક બનવા મામલે ગંભીરતા બતાવાઇ નથી.
સંસદમાં રજૂ કરાયેલા કેગના તાજેતરના રિપોર્ટમાં લશ્કરની કામગીરીમાં આ ચેતવણીજનક છીંડાંનો ધડાકો કરાયો છે. ઓડિટ વોચડોગમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ જેવા સંરક્ષણ વિભાગના જાહેર સાહસોએ તૈયાર કરેલા અને ડીઆરડીઓ દ્વારા ડિઝાઇન કરાયેલા આકાશ મિસાઇલોના ક્લોવિટી કન્ટ્રોલમાં રહેલા છીંડાની પણ વિગતે વાત કરાઇ છે. એક-તૃતીયાંશ મિસાઇલો ટેસ્ટ-ફાયરિંગ્સમાં નિષ્ફળ ગયાની વાતની પણ નોંધ લેવાઇ છે. આ ખામીઓ યુદ્ધ વખતે દેશને વામણ બનાવી દે તેવી ગંભીર ચિંતા પણ વ્યક્ત કરાઇ છે.
૨૫ કિલોમીટરની ઇન્ટરસેપ્શન રેન્જ પર પ્રહાર કરી શકે તેવી આકાશ એર ડિફેન્સ મિસાઇલો એરબેઝ જેવા મહત્વના સ્થળો પર દુશ્મનોના ફાઇટર્સ, હેલિકોપ્ટર્સ અને ડ્રોન્સને હુમલો કરવાથી અટકાવવા માટે હોય છે. ભારતીય વાયુદળે ૬,૨૦૦ કરોડના ખર્ચે આકાશ-૧ની આઠ મિસાઇલના કાફલાને ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો. બીજી બાજુ હાલમાં સેના ૧૪,૧૮૦ કરોડના ખર્ચે બે આકાશ રેજિમેન્ટ્‌સને દાખલ કરી રહી છે.કેગના રિપોર્ટમાં ચિંતા દર્શાવાઇ છે કે આ મિસાઇલ સિસ્ટમ્સ છ નિયત સ્થળોએ (ઉત્તર-પૂર્વમાં) જૂન ૨૦૧૩ અને ડિસેમ્બર ૨૦૧૫માં ગોઠવાઇ જવાની હતી. પરંતુ ૩,૬૧૯ કરોડથી વધુના ખર્ચે લેવાયેલી એકપણ મિસાઇલ સિસ્ટમ્સ માર્ચ ૨૦૧૭ સુધી ગોઠવાઇ નથી.

Related posts

પીએમ મોદીને રાફેલ સોદા મુદ્દે ૧૫ મિનિટ ચર્ચા કરવા રાહુલ ગાંધીનો પડકાર

aapnugujarat

રાજકોટમાં પાણી કાપ ઝીંકાયો

editor

૯૫ સીટ ઉપર ૬૬ ટકાથી વધુ મતદાન નોંધાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1