Aapnu Gujarat
गुजरात

ભીના-સુકા કચરાને એકત્રિત કરવા માટે સિસ્ટમ શરૂ થઇ

દેશના સ્વચ્છ શહેરોની યાદીમાં અમદાવાદ શહેરને ૧૪ મો ક્રમ મળ્યા બાદ આજે શહેરમાં સૌ પ્રથમ વખત ભીના-સુકા કચરાને એકત્રીત કરવાની નવી સિસ્ટમનો નારણપુરા અને ઈસનપુર એમ બે વોર્ડથી આરંભ કરવામાં આવ્યો છે.આ અંગેની વિગત એવી છે કે,શહેરમાં આવેલી ૧૪.૩૩ લાખ જેટલી રહેણાંકની તેમજ ૬.૮૦ લાખ જેટલી કોમર્શીયલ મિલકતોમાંથી ઘન કચરાને બે અલગ પ્રકારે અલગ તારવી ડમ્પીંગ સાઈટ સુધી પહોંચાડવા માટે આ પ્રણાલીનો આજે શહેરના મેયર ગૌતમ શાહ દ્વારા નારણપુરા વોર્ડથી આરંભ કરાવવામાં આવ્યો છે.આ અંગે તેમણે કહ્યુ કે,રોજ અંદાજિત ૨૨૮૧૦ સોસાયટીઓ તેમજ કોમર્શીયલ એકમોના ૪૩૬૪ થી વધારે નિયત કરવામાં આવેલા સ્થળોએથી વાદળી અને લીલા રંગના અલગ કંપાર્ટમેન્ટ સાથેના બંધબોડીના વાહનો દ્વારા કચરો એકઠો કરીને તેને મુખ્ય સાઈટ સુધી પહોંચાડવામાં આવશે.જે વિસ્તારમાં વાહનો જઈ ન શકે એ વિસ્તારોમાં પેડલરીક્ષાઓ મુકી કામગીરી કરવામાં આવશે.આજે શહેરના આ બંને વોર્ડમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રવિણ પટેલ સહીતના અન્ય પદાધિકારીઓની હાજરીમાં કુલ નવા ૩૬ વાહનોને ફલેગોફ કરી વોર્ડમાં કામગીરી માટે મોકલવામાં આવ્યા હતા.મેયર ગૌતમ શાહે એક વાતચીતમાં કહ્યુ કે,કામગીરી માટે જીપીએસ સિસ્ટમથી મોનીટરીંગ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.કોટ વિસ્તારને આ પ્રણાલી હેઠળ કેટલા સમયની અંદર આવરી લેવામાં આવશે એવા એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યુ કે,૨૦ જૂલાઈ સુધીમાં વધુ નવા વાહનો આવશે એ પછી શહેરના કોટવિસ્તારને આવરી લેવા પણ આયોજન કરવામાં આવશે.આ પ્રથા સમગ્ર શહેરમાં અમલી બનાવવામાં આવ્યા બાદ પિરાણા ડમ્પીંગ સાઈટ પર કચરાનુ ભારણ ઘટશે અને શહેરને કચરાના ઢગલા વિનાનુ સ્વચ્છ અને રળીયામણુ શહેર બનાવી શકાશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.બંને વોર્ડમાં વિવિધ શાળાના ૬૦૦ જેટલા બાળકોએ પ્લે-કાર્ડ તથા બેનર સાથે લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો હતો.

Related posts

सोलाब्रिज रिक्शा स्टेन्ड बन जाने पर जाली लगायी गई

aapnugujarat

बारिश के बीच राज्य के कई हिस्सों में तापमान कम हुआ

aapnugujarat

હાર્દિક કોંગ્રેસમય : કોંગ્રેસ પાર્ટીમાં સામેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1