Aapnu Gujarat
राष्ट्रीय

રાષ્ટ્રપતિ અંકલ મારી માતાને માફ કરી દો : શબનમની માસૂમ પુત્રી

ઉત્તર પ્રદેશમાં અમરોહાના બહુચર્ચિત બામનખેડી કાંડની ગુનેગાર શબનમના ડેથ વોરન્ટ પર હસ્તાક્ષર થઇ શકે છે અને તેને ફાંસીએ લટકાવવામાં આવી શકે છે, પરંતુ ફાંસીની સંભાવનાઓ દરમિયાન શબનમના પુત્રએ દેશના રાષ્ટ્રપતિ રામનાથ ગોવિંદને પોતાની માતાની ફાંસીની સજાને માફ કરવાની અપીલ કરી છે. શબનમનો પુત્ર ના ફક્ત રાષ્ટ્રપતિને પોતાની માતાના ગુનાને માફ કરવાની અપીલ કરી ચૂક્યો છે, પરંતુ તે પળને યાદ કરીને તેની આંખો ભીની થઇ જાય છે, તે પોતાની માતાને મળવા માટે રામપુર જેલ પહોંચ્યો હતો.બુલંદશહેરના સુશીલા વિહાર કોલોનીમાં રહેનાર ઉસ્માન સૈફને શબનમની એકમાત્ર સંતાનની જવાબદારી સોંપવામાં આવી છે. આ માસૂમને કસ્ટોડિયન ઉસ્માનનું કહેવું છે કે નિચલી કોર્ટથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી શબનમને ફાંસીની સજા સંભળાવી છે. શબનમના પુત્રનો જન્મ જેલમાં થયો હતો. જ્યારે તેની ઉંમર ૬ વર્ષની થઇ તો તેને જેલમાંથી બહાર લાવવામાં આવ્યો અને અમરોહા જિલ્લા વહિવટી તંત્રએ ઉસ્માનને કસ્ટોડિયન બનાવી દીધો.ઉસ્માન જણાવે છે કે શબનમનો પુત્ર બુલંદશહેરના પ્રતિષ્ઠિત સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે અને તે જ્યાં સુધી ભણશે, ત્યાં સુધી તેના અભ્યાસ અને ઉછેરના ખર્ચની વ્યવસ્થા છે. એમ પણ કહેવામાં આવે છે કે શબનમના નામે ઘણી પ્રોપર્ટી છે. તે શબનમ કહી ચૂક્યા છે કે તે પ્રોપર્ટીને સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ જેવા સારા કામ માટે દાન કરી દે.અમરોહાના હસનપુર કસ્બાના ગામ બાવનખેડીમાં વર્ષ ૨૦૦૮ની ૧૪-૧૫ એપ્રિલની રાતે જે ભયંકર દ્રશ્યો સર્જાયા હતા તે કોઈ ભૂલી શકે નહી. અહીં શિક્ષામિત્ર શબનમે રાતે તેના પ્રેમી સલીમ સાથે મળીને પિતા માસ્ટર શૌકત, માતા હાશમી, ભાઈ અનીસ અને રાશિદ, ભાભી અંજુમ તથા ફોઈની દિકરી રાબિયાને કુહાડીથી ઘા કરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ભત્રીજા અર્શનું ગળું ઘોંટીને મારી નાખ્યો હતો. આ લોકો તેના પ્રેમમાં રોડો બની રહ્યા હતા.આ મામલે અમરોહા કોર્ટમાં બે વર્ષ ત્રણ મહિના સુધી સુનાવણી ચાલી હતી. ત્યારબાદ ૧૫ જુલાઈ ૨૦૧૦ના રોજ જિલ્લા જજ એસએએ હુસૈનીએ શબનમ અને સલીમને ફાંસીની સજા સંભળાવી હતી.શબનમ અને તેનો પ્રેમી કદાચ ક્યારેય જેલભેગા ન થાત પરંતુ કેટલાક મામૂલી રહસ્યોએ તેમને સજા સુધી પહોંચાડી દીધા. શબનમે લગ્ન નહતાં કર્યા. પરંતુ તે રોજ પ્રેમીને ઘરે બોલાવતી હતી. ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી કુહાડી સલીમ પાસેથી મળી હતી. બંનેના લોહીથી ભીંજાયેલા કપડાં મળ્યા હતા. ત્રણ સીમ પણ તેમની પાસેથી મળ્યા હતા. જેના પર અલગ અલગ સમય પર બંનેએ ઘટનાને અંજામ આપ્યો હોવાની વાત કરી હતી.ઘટનાને અંજામ આપ્યા બાદ પકડાઈ જતા શબનમ અને સલીમે એકબીજા પર આરોપ લગાવ્યા હતા. સર્વિલાન્સથી બંને વચ્ચેની વાતચીત ખબર પડી. ત્યારબાદ શબનમ પાસે દવાનું ખાલી રેપર મળ્યું હતું અને ફોરેન્સિક રિપોર્ટ પણ આવ્યો હતો. શબનમની ભાભી અંજુના પિતા લાલ મોહમ્મદે કોર્ટમાં સલીમ સાથે તેના ગેરકાયદેસર સંબંધને ઉજાગર કર્યા હતા. સલીમ વારદાતને અંજામ આપ્યા બાદ હસનપુર બ્લોક પ્રમુખ મહેન્દ્ર પાસે ગયો હતો અને પોતાની કરતૂત જણાવી હતી.શબનમ-સલીમ કેસમાં લગભગ ૧૦૦ તારીખો સુધી દલીલો ચાલી. જેમાં ૨૭ મહિના ગયા. ચુકાદાના દિવસે જજે ૨૯ સાક્ષીઓની જુબાની સાંભળી. ૧૪ જુલાઈ ૨૦૧૦ના રોજ જજે બંનેને દોષિત ઠેરવ્યા હતા. બીજા દિવસે જજ એસએએ હુસૈનીએ ફક્ત ૨૯ સેકન્ડમાં બંનેને ફાંસીની સજા સંભળાવી. આ કેસમાં ૨૯ લોકોને ૬૪૯ સવાલ પૂછવામાં આવ્યા હતા. ૧૬૦ પાનાનો ચુકાદો લખાયો હતો. ત્રણ જજોએ સમગ્ર મામલે સુનાવણી કરી.

Related posts

फारूक अब्दुल्ला ने पीएम मोदी पर साधा निशाना, कहा – जम्मू-कश्मीर में रहें तो पता चलेगी इंटरनेट की परेशानी

editor

पंजाब के हर जिले में खुलेगा सीएम ऑफिस

aapnugujarat

भारत अब एशिया में सबसे कम टैक्स दरों वाला देश : केशव प्रसाद मौर्य

aapnugujarat

Leave a Comment

UA-96247877-1