Aapnu Gujarat
गुजरात

જાંબુઘોડા પોલીસે ત્રણ સટોડીયાઓ ઝડપ્યા

પંચમહાલ જીલ્લાના છેવાડે જાંબુઘોડા તાલુકાના કકરોયિલા ગામે આવેલા રહેણાક મકાનમાં આઈપીએલ મેચ પર સટ્ટો રમાડતા ત્રણ સટોડીયાઓને જાંબુઘોડા પોલીસે બાતમીના આધારે રૂપિયા ૩,૨૭,૯૧૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાંબુઘોડા પોલીસ સ્ટેશનના પી.આઈ આર.જે.જાડેજાને બાતમી મળી હતી કે કકરોલિયા ગામે આવેલા નવીન જીવનભાઈ બારીયા પોતાના ઘરમાં તેમના બે મિત્રો કાર્તિક ભટ્ટ, નિતીન ભટ્ટ, રહે બોડેલી જી-છોટાઉદેપુર આઈપીએલની મેચ પંજાબ અને કોલકાતા વચ્ચેની મેચ પર સટ્ટો રમાડતા હતા. આથી જાંબુઘોડા પોલીસે ટીમ સાથે છાપો માર્યો હતો. પોલીસે મોબાઇલ ફોન, કેલક્યૂલેટર, ચોપડા – નોટબુક, કાર સહિત રૂપિયા ૩,૨૭,૯૧૦ લાખના મ ુદ્દામાલ સાથે ત્રણ સટોડીયાઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

વિજય રૂપાણી જુદા જુદા હોદ્દા પર કામ કરી ચુક્યા છે

aapnugujarat

કાસવા ગામમાં નાગ પાંચમનો મેળો નહીં ભરાય

editor

Gujarat ATS arrested wanted Terrorist Abdul Wahab Sheikh in Ahmedabad

aapnugujarat

Leave a Comment

UA-96247877-1