Aapnu Gujarat
गुजरात

કાસવા ગામમાં નાગ પાંચમનો મેળો નહીં ભરાય

કડી તાલુકાના કાસવા ગામમાં યોજાતો નાગપાંચમનો મેળો રદ્દ કરવામાં આવ્યો છે. હાલ કોરોના મહામારીના કેસોમાં દિન – પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા ઓગસ્ટ મહિનામાં આવતા તમામ તહેવારની ઉજવણી રદ કરવામાં આવી છે. કડી તાલુકાના કાસવા ગામે આવેલ શ્રી ગોગા મહારાજ કાશી ઘામ મંદિર ખાતે ઉજવાતા શ્રાવણ સુદ પૂનમ અને શ્રાવણ સુદ પાંચમનો નાગપંચમીનો પણ મેળો રદ્દ કરવામાં આવ્યો છે. શ્રી ગોગા મહારાજ કાશી ઘામ મંદિરનો મહિમા ખુબ જ અનેરો છે. ભક્તોની શ્રદ્ધા અને આસ્થા તેની સાથે જોડાયેલ છે. નાગપંચમીના દિવસે કાસવા ગામમાં આવેલ શ્રી ગોગા મહારાજ કાશી ઘામ મંદિર ખાતે ભવ્ય મેળો ભરાય છે અને રાત્રી દરમ્યાન ૧૦૦ દિવડાની આરતી જોવા માટે લોકો ઉમટી પડતા હોય છે પરંતુ આ વર્ષે કોરોના વાયરસની મહામારીને લીધે કાસ્વા ગામે આવેલ શ્રી ગોગા મહારાજ કાશી ઘામ મંદિર ખાતે ઉજવાતો નાગપંચમીનો મેળો રદ્દ કરવામાં આવ્યો છે. કડીના ડીડીઓ એમ. વી. ઝાલા દ્વારા કાસવા ગામે આવેલ શ્રી ગોગા મહારાજ કાશી ધામ મંદિરની મુલાકાત લીધી હતી અને મંદિરનાં ભુવાજી રાજાભાઈ ભગત સાથે બેઠક કરી હતી. ભુવાજી રાજા ભગત દ્વારા નાગપંચમીનો મેળો રદ રહેશે તેવી સત્તાવાર જાહેરાત કરાઈ હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરેક ભક્તોએ પોતાના ઘરે રહીને દીવો કરી પાણિયારે શ્રીફળ વધેેરવું.
(અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

ગુજરાતમાં રૂપાણી રાજ : ભાજપ સરકાર સતત છઠ્ઠી વખત સત્તારૂઢ

aapnugujarat

सतलासणा तहसील में ८ इंच बारिश

aapnugujarat

કાંકરેજનાં ચીમનગઢમાં યુવકની કરપીણ હત્યાથી સનસનાટી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1