Aapnu Gujarat
खेल-कूद

અજલાન શાહ : જાપાન પર ભારતની ૪-૩થી જીત

સુલ્તાન અજલાન શાહ કપમાં ભારતીય ટીમે ફાઈનલમાં પહોંચવાની આશા અકબંધ રાખી છે. મલેશિયાના ઇપોહ ખાતે રમાઇ રહેલી પ્રતિષ્ઠિત અજલાન શાહ કપ હોકીની મહત્વપૂર્ણ મેચમાં ભારતે જાપાન ઉપર ૪-૩થી રોમાંચક જીત મેળવી લીધી હતી. જો કે, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી મેચને લઇને પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ભારત તરફથી મનદિપસિંહે શાનદાર હેટ્રીક ફટકારી હતી. જાપાન પુરુષોની ગેમમાં ૧૬માં ક્રમાંક ઉપર છે. ભારત તરફથી મનદિપસિંહે જાપાનની છાવણીમાં એક પછી એક ગોલ ફટકાર્યા હતા. મનદીપે ૪૫, ૫૧ અને ૫૮મી મિનિટમાં ગોલ કર્યા હતા. જાપાન તરફથી યોસીહારા, મિટાની દ્વારા ગોલ કરાયા હતા. ભારત તરફથી તમામ ખેલાડીઓએ શાનદાર રમત રમી હતી. ભારતે આ જીતની સાથે જ તેની આશા ઉજળી રાખી છે. મનદીપે જાપાનની છાવણીમાં સતત ગોલ ફટકાર્યા હતા. ત્રીજા હાફના સમયમાં જાપાન ૩-૨થી આગળ હતુ પરંતુ ત્યારબાદ ભારતીય ખેલાડીઓએ જોરદાર વાપસી કરી હતી. અત્રે નોંધનીય છે કે, આ અગાઉ ભારતીય હોકી ટીમ પોતાની ત્રીજા રાઉન્ડ રોબિન મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ભારત ઉપર ૩-૧થી જીત મેળવી લીધી હતી. આ અગાઉ બીજા રાઉન્ડમાં ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ ઉપર ૩-૦થી જીત મેળવી હતી.અજલાન શાહ કપમાં હવે બ્રિટન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી મેચના પરિણામ કેવા રહે છે તેના ઉપર પણ ટીમની આશા રહેલી છે. આજે રમાયેલી મેચ જોવા માટે મોટી સંખ્યામાં ભારતીય ચાહકો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને મનદીપસિંહની હેટ્રીકને લઇને હોકી ચાહકોમાં રોમાંચકતા પ્રવર્તી રહી હતી. ઇપોહ ખાતે આયોજિત અજલાન શાહ વેળા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આયોજકો દ્વારા પહેલાથી જ તમામ પગલા લેવામાં આવી ચુક્યા છે. સાનુકુળ આયોજન કરવામાં આવ્યું છે.

Related posts

આવતીકાલે ચૈન્નઈ-હૈદરાબાદ વચ્ચે ફાઈનલ

aapnugujarat

भारत की वर्ल्ड कप टीम में एक तेज गेंदबाज की कमी : गौतम गंभीर

aapnugujarat

भारत ने पाक को हराया, शाह बोले एक और सर्जिकल स्ट्राइक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1