Aapnu Gujarat
गुजरात

મ્યુનિ. હેલ્થ વિભાગની કાર્યવાહી : ૩૮૮૮ કિલો કેરી, ફળોનો નાશ થયો

નામદાર હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ મ્યુનિસિપલ હેલ્થ વિભાગ દ્વારા શહેરના વિવિધ ફ્રુટ માર્કેટમાં દરોડાની કાર્યવાહી કરવા માટે ૫૦ જેટલી ટીમને મેદાનમાં ઉતારવામાં આવી હતીે ઉત્તરઝોનમાં નરોડા ફ્રુટ માર્કેટમાં વેપારીઓ દ્વારા ભારે હોબાળો કરીને કામગીરી રોકવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. રમ્યાન આજે શહેરમાં કુલ પાંચ એકમોને સીલ કરી ૧૯૧ યુનિટોને નોટીસ ફટકારવામાં આવી છે.આ અંગે મળતી માહીતી અનુસાર, તાજેતરમાં નામદાર હાઈકોર્ટ દ્વારા શહેરમાં કાર્બાઈડ અને ઈથેલિનથી કેરીઓ પકવી વેચનારા વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી આ પ્રકારે પકવવામાં આવેલી કેરીઓનું વેચાણ બંધ કરાવવા અંગે આપવામાં આવેલા આદેશ બાદ આજે અમદાવાદ મ્યુનિસિપલ હેલ્થ વિભાગ તરફથી શહેરના નરોડા, આંબાવાડી, થલતેજ, દિલ્હી દરવાજા, લાંભા, વટવા, બોડકદેવ, જોધપુર, બહેરામપુરા, ઘાટલોડીયા સહીતના અન્ય વિસ્તારોમાં દરોડાની વ્યાપક કાર્યવાહી કરવા માટે વિવિધ ૫૦ જેટલી ટીમ કાર્યરત કરવામાં આવી હતી. શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલા ફ્રુટ માર્કેટમાં આજે સવારથી જ દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવતા કાર્બાઈડ કે ઈથેલિનરાઈટનરની મદદથી કેરીઓ પકાવીને વેચનારા વેપારીઓમાં ભારે ફફડાટ મચી જવા પામ્યો હતો.શહેરના ઉત્તરઝોનમાં આવેલા નરોડા ફ્રુટ માર્કેટમાં કાર્યવાહી કરવા પહોંચેલી ઉત્તરઝોન હેલ્થની ટીમ સામે કાર્યવાહી ન કરવા દેવા મામલે વેપારીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.જો કે આ હોબાળા છતાં હેલ્થની ટીમે દરોડાની કાર્યવાહી ચાલુ રાખી હતી.દિવસ દરમ્યાન કુલ મળીને ૧૯૧ એકમોને નોટીસ ફટકારી, કાર્બાઈડ, ઈથેલિનથી પકવેલી કેરી અને અન્ય ફળો જે ૩૮૮૮ કિલોગ્રામ થતા હતા. તેનો નાશ કરી કુલ રૂપિયા ૧.૪૬ લાખનો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ તંત્ર દ્વારા ગત સપ્તાહે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ પણ હાઈકોર્ટની ગાઈડલાઈન શુ આવે છે. તેની રાહ જોવામાં આવ્યા બાદ આજે શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્બાઈડ અને ઈથેલીનની મદદથી કેરી પકવીને વેચનારાઓ સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરાઈ છે.

Related posts

રાષ્ટ્રિય વૃદ્ધ પેન્‍શન યોજના અને રાષ્ટ્રીય વિકલાંગ પેન્શન યોજનામાં લાભાર્થીના ખાતામાં સીધી સહાય આપવામાં ગુજરાત પ્રથમ ક્રમે

aapnugujarat

સુરતમાં નિષ્ઠુર માતાએ બે નવજાત શિશુને કર્યા કચરા પેટીને હવાલે

aapnugujarat

પરેશ ધાનાણીએ વિપક્ષના નેતાનો ચાર્જ સંભાળી લીધો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1