Aapnu Gujarat
ताजा खबरराष्ट्रीय

ઉત્તર પ્રદેશમાં વિકાસ મુદ્દે ભેદભાવ થવા દેવાશે નહીં : યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે કહ્યું હતું કે, અમને તમામને કોઇપણ ખચકાટ વગર કામ કરવાની જરૂર છે. કોઇના પણ દબાણ હેઠળ કામ કરવું જોઇએ નહીં. ધારાસભ્યો પોતાના કામને સારીરીતે સમજી શકશે તો જ સારુ કામ કરી શકશે. આજે બુધવારના દિવસે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોને સંબોધતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, સંસદીય લોકશાહીમાં ધારાસભ્યોની મહત્વપૂર્ણ ભૂમિકા રહે છે. યોગીએ કહ્યું હતું કે, કોઇને પણ કાયદાને પોતાના હાથમાં લેવાનો અધિકાર નથી. અમે કોઇપણ પુર્વગ્રહ રાખ્યા વગર કામ કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં કાયદાનું શાસન સ્થાપિત કરવાની દિશામાં ઝડપથી પગલા લેવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, વિકાસના મુદ્દા ઉપર કોઇની પણ સાથે કોઇ ભેધભાવ કરવામાં આવશે નહીં. યોગીએ એમ પણ કહ્યં હતું કે, વિધાનસભાને ૯૦ દિવસ સુધી ચાલવાની જરૂર હતી પરંતુ ૨૫ દિવસ સુધી જ ચાલી શકી હતી. અમને પ્રયાસ કરવા પડશે કે વિધાનસભાની કાર્યવાહી ૯૦ દિવસ સુધી ચાલી શકે. અમે ઇચ્છીએ છીએ કે ઉત્તર પ્રદેશ વિધાનસભા તમામ રાજ્યો માટે આદર્શ બની જાય. યોગી આદિત્યનાથે એમ પણ કહ્યું હતું કે, અમને રાજ્યપાલ તરફથી સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે. રાજ્યપાલ અમારા માટે અભિભાવક સમાન છે. યોગીએ કહ્યું હતું કે, ધારાસભ્યો અને સાંસદો ઉપર હંમેશા આંગળી ઉઠાવવામાં આવે છે. જ્યા પણ શક્યતા હોય છે ત્યાં આંગળી ઉઠાવવામાં આવે છે. તમામ નવા ધારાસભ્યો નિયમોનું પાલન કરીને ગૃહમાં પોતાની વાત રજૂ કરે તે મહત્વપૂર્ણ છે. અમને પોતાને કુશળ બનાવવા માટે સંસદ મહત્વપૂર્ણ મંચ તરીકે છે. ગૃહ લોકશાહીની આધારશીલા સમાન છે. ગૃહમાં તમામ બાબતોને નિયમ મુજબ રજૂ કરવામાં આવે તે જરૂરી છે. નિયમોથી જ તમામ બાબતોનો ઉકેલ આવી શકે છે. ઉત્તર પ્રદેશને કુદરતી આશીર્વાદ મળેલા છે. સંસદીય કાર્ય અવધિની વાત કરતા આદિત્યનાથે કહ્યું હતું કે, તેઓએ ક્યારે પણ ગૃહમાં અમર્યાદિત વાત કરી નથી. વિપક્ષમાં રહેતી વેળા માર્ગો ઉપર આંદોલન કર્યા નથી. આંદોલન કરતી વેળા પણ હંમેશા યોગ્ય બાબતો ઉઠાવી હતી. ૪-૫ કલાકમાં ૧૦૦-૧૫૦ પ્રશ્નો તૈયાર કરીને ટાઇપરાઇટરને આપી દેવામાં આવતા હતા. યોગીએ કહ્યું હતું કે, કોઇપણ વ્યક્તિને વ્યવહાર અલગ વ્યક્તિ બનાવે છે. સંકટની સ્થિતિમાં તમામની મદદ કરવી જોિએ. એક વ્યક્તિ દ્વારા ગંદગી ફેલાવવાની સ્થિતિમાં સમગ્ર વ્યવસ્થા બદનામ થાય છે. આવી સ્થિતિમાં ભ્રષ્ટાચારથી દૂર રહેવાની બાબત ખુબ મહત્વપૂર્ણ છે. માત્ર નિયમોના પુસ્તક વાંચવાથી કામ ચાલશે નહીં. સમજવાની સ્થિતિમાં કોઇ તકલીફ થશે નહીં. ઉત્તર પ્રદેશની વિધાનસભાને દાખલારુપ બનાવવામાં આવે તેવા પ્રયાસ કરવામાં આવશે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી ન હતી.

Related posts

શેરબજારમાં ફ્લેટ કારોબાર : ૪૭ પોઈન્ટનો સુધારો

aapnugujarat

મુફ્તી તમામ જવાબદારી અદા કરવામાં નિષ્ફળ રહ્યા : રામ માધવ

aapnugujarat

આઈએસના ત્રણ શકમંદો સહિત નવની ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1