Aapnu Gujarat
खेल-कूद

આજે રાઇઝિંગ પુણે અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રોમાંચક જંગ

આજે રાઇઝિંગ પુણે અને કોલકત્તા વચ્ચે જારદાર જંગ ખેલાય તેવી શક્યતા છે. રાઇઝિંગ પુણે તેની વિજયકુચને જાળવી રાખવા માટે સંપૂર્ણ પણે સજ્જ છે, તેની તરફથી છેલ્લી મેચમાં બેન સ્ટોક્સે તોફાની સદી ફટાકારી દીધા બાદ તે વધારે ફેવરીટ દેખાઇ રહી છે. કોલક્તા તરફથી રોબિન ઉથપ્પા પણ શાનદાર ફોર્મમાં છે. આજની મેચમાં જીતના સિલસિલાને જાળવી રાખવા માટે કેપ્ટન સ્ટીવ સ્મીથ અને ધોનીને લાંબી ઇનિંગ્સ રમવી પડશે. જા પુણે આજની મેચ જીતી જશે તો તે ૧૪ પોઇન્ટ સાથે કોલક્તા પાસે પહોંચી જશે. રાઇઝિંગ પુણેની ટીમ હાલમાં સતત સારો દેખાવ કરી રહી છે, તે પોઇન્ટ ટેબલમાં હાલમાં ચોથા સ્થાને છે. સ્ટીવ સ્મીથના નેતૃત્વમાં આ ટીમે હજુ સુધી ૧૦ મેચો રમી છે જે પૈકી છમાં જીત મેળવી છે અને ત્રણમાં હાર થઇ છે, તેના ૧૨ પોઇન્ટ છે. બીજી બાજુ ગૌતમ ગંભીરના નેતૃત્વમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ હાલમાં ૧૦ મેચોમાં સાતમાં જીત સાથે બીજા સ્થાને છે, તેના ૧૪ પોઇન્ટ છે. આઇપીએલ-૧૦ની મેચો દસ શહેરોમાં રમાઇ રહી છે. આઇપીએલ-૧૦માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જાવા મળી રહી છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે ક્વાલિફાયર-૧ મેચ કમાનાર છે. જ્યારે બેંગલોરમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે બન્ને ઇલિમિનેટર મેચો અને ક્વાલિફાયર-૨ મેચ રમાનાર છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. મેચને લઇને ભારે રોમાંચ છે. મેચને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. કરોડો ક્રિકેટ ચાહકો આ મેચને લઈને ખૂબ જ ઉત્સુક છે. આઈપીએલની શરૂઆત થયા બાદથી ક્રિકેટ ચાહકો હવે આઠ વાગ્યાથી ટીવી ઉપર ગોઠવાઈ જાય છે. છેલ્લા કેટલાક દિવસથી હાઇ પ્રોફાઇલ મેચોનો દોર ચાલી રહ્યા છે. પાંચમી એપ્રિલના દિવસે આઇપીએલની શરૂઆત કરવામાં આવી હતી. કોલક્તા ઘરઆંગણે શાનદાર દેખાવ કરવા માટે તૈયાર છે.

Related posts

વિરાટ પાક.ના મિસ્બાહને પછાડીને બન્યો એશિયાનો સૌથી મોટો કેપ્ટન

aapnugujarat

भारतीय क्रिकेट को नई उंचाईयों तक ले जाएंगे गांगुली : डीडीसीए

aapnugujarat

रोहित शर्मा ने शुरू किया अभ्यास

editor

Leave a Comment

UA-96247877-1