Aapnu Gujarat
खेल-कूद

અજલાન શાહ ઃ ભારત પર ઓસ્ટ્રેલિયાની ૩-૧થી જીત

સુલ્તાન અજલાન શાહ કપમાં ભારતીય હોકી ટીમ પોતાની ત્રીજા રાઉન્ડ રોબિન મેચમાં આજે ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ભારત ઉપર ૩-૧થી જીત મેળવી લીધી હતી. આ અગાઉ બીજા રાઉન્ડમાં ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ ઉપર ૩-૦થી જીત મેળવી હતી. પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં ટીમ ઇÂન્ડયાએ અનેક તક ગુમાવી હતી. જેમાં ગોલ કરવામાં તક રહેલી છે. પ્રથમ રાઉન્ડમાં આ બંને ટીમોનો સ્કોર ૦-૦ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા છેલ્લી વખતની વિજેતા ટીમ છે જેથી આ મેચને ખુબ મોટી મેચ તરીકે ગણવામાં આવી રહી હતી. બીજા ક્વાર્ટરની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ટીમે તમામ તાકાત લગાવી દીધી હતી. બીજા દોરમાં પાંચ મિનિટ બાકી હતા ત્યારે ભારતીય ટીમ તરફથી હરમન પ્રિતે શાનદાર ગોલ ફટકાર્યો હતો. આની સાથે જ ભારતે લીડ મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ પણ એડીએ ૪૦ સેકન્ડ બાકી હતા ત્યારે ગોલ ફટકારી દીધો હતો. આની સાથે મેચ ૧-૧ થઇ ગઈ હતી. ત્રીજા અડધા કલાકના ગાળામાં ઓસ્ટ્રેલિયાના ટોમ ક્રેગે ભારતની સામે ગોલ ફટકારીને ઓસ્ટ્રેલિયાને લીડ અપાવી હતી. ત્રીજા અડધા તબક્કામાં ભારતને ગોલ કરવાની કોઇ તક મળી ન હતી. આવી Âસ્થતિમાં ચોથા ક્વાર્ટર લીડ મેળવવાની બાબત ભારત માટે જરૂરી બની ગઈ હતી પરંતુ આમા પણ તક મળી ન હતી.
ચોથા ક્વાર્ટર પણ ઓસ્ટ્રેલિયન ટીમ છવાયેલી રહી હતી. આઠ મિનિટ રહ્યા ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમના ટોમ વિક્કેમે ગોલ ફટકારી દીધો હતો. આની સાથે જ ઓસ્ટ્રેલિયાએ ૩-૧ સુધી સ્કોર પહોંચાડી દેવામાં સફળતા મેળવી હતી. ભારતને ત્યારબાદ લીડ મેળવવા માટે આઠ મિનિટમાં ત્રણ ગોલ કરવાની જરૂર હતી પરંતુ આ બાબત ખુબ જ પડકારરુપ બની ગઇ હતી. આખરે આ મેચમાં ભારતની કારમી હાર થઇ ગઇ હતી. આ હાર સાથે અજલાન શાહ કપમાં ભારતની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું.

Related posts

बुमराह ऐंड कंपनी ने भारत को बनाया विश्व विजयी : सहवाग

aapnugujarat

रोनाल्डो के वकीलों ने यौन उत्पीड़न मामले में पैसे देने की बात कबूली

aapnugujarat

विराट कोहली वनडे में बना सकते हैं 75-80 शतक : वसीम जाफर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1