Aapnu Gujarat
व्यापार

૧૫૦૦ રૂપિયાના ફોરજી ફોન ટુંકમાં હકીકત બનશે

ફોરજી ફિચર ફોન અથવા તો બેસિજ મોબાઇલ ફોન જેની કિંમત ૧૫૦૦ રૂપિયા હોય તે ટુંક સમયમાં જ વાસ્તવિકતા બની શકે છે. ચાઇનીઝ મોબાઇલ ચીપ મેકર સ્પેરડટ્રમ કોમ્યુનિકેશને કહ્યુ છે કે તે વર્તમાન સપાટી પરથી શરૂઆતી કિંમતને ઓછામાં ઓછી અડધી કરી દેવાના પાસા પર વિચારણા કરી રહી છે. એક ડેવલપમેન્ટ નિષ્ણાંતે કહ્યુ છે કે તે કેટલાક ગ્રાહકોને સ્માર્ટફોનન તરફ શિફ્ટ થતા રોકી શકે છે. સ્પ્રેડટ્રમ કોમ્યુનિકેશનના કન્ટ્રી હેડ નીરજ શર્માએ માહિતી આપતા કહ્યુ છે કે અમે એક એવી ટેકનોલોજી પર કામ કરી રહ્યા છીએ જે ૧૫૦૦ રૂપિયાના ફોરજી ફિચર ફોનને વ્યહારિક બનાવી શકે છે. પોતાના નિષ્ણાંત ભાગીદારોની સાથે વાત કરવામાં આવી છે. લાવા અને માઇક્રોમેક્સ જેવી સ્થાનિક મોબાઇલ ફોન કંપનીઓના ફોરજી ફિચર ફોનની કિંમત આશરે ૩૦૦૦ રૂપિયા છે. કાર્બન ઉપરાંત આ બન્ને હેન્ડસેટ બનાવતી કંપનીઓ ભવિષ્યમાં આવા ફોનની કિંમત ઘટાડી દેવા માટે ઇચ્છુક છે. આ મામલાની જાણકારી રાખનાર લોકોએ માહિતી આપતા કહ્યુ છે કે રિલાયન્સ જીયો પણ ઇન્ફોકોમ પણ પોતાની સાથી રિટેલ કંપની મારફતે ફોરજી વોલ્ટ ફિચર ફોન લાવવા માટે વિચારણા કરી રહી છે. આ ફોનની કિંમત ૧૫૦૦ રૂપિયા હોઇ શકે છે. શંઘાઇ Âસ્થત કંપની આ દિશામાં આગળ વધી રહી છે. ચિપસેટ કોઇ પણ મોબાઇલ હેન્ડસેટના મુખ્ય હિસ્સા તરીકે છે. ડિવાઇસની કિંમતમાં તેની ભૂમિકા રહે છે. સ્પ્રેડટ્ર્‌મ રિલાયન્સની સાથે બે વર્ષ જુની પાર્ટનરશીપ ધરાવે છે. બજારમાં વધતી જતી સ્પર્ધાનો સીધો લાભ સામાન્ય લોકોને મળી શકે છે. આરઆઈએલના પોષાય તેવા એલવાયએફ ફ્લેમ ૫ સ્માર્ટફોન તૈયાર કર્યા છે. કંપનીએ લાવા એમઆઈ ફોરજી ફીચર ફોનને પણ પાવર્ડ કર્યા છે જેની કિંમત ૪૫૯૯રૂપિયા છે. કંપનીનું કહેવું છે કે, તેને ટેકનોલોજીને અપડેટ કરવા અને સાધનોને માર્કેટ સુધી પહોંચાડવા છ મહિનાનો સમય લાગી શકે છે. છેલ્લા છ મહિનામાં માર્કેટ સંપૂર્ણપણે થ્રીજીથી ફોરજીમાં શિફ્ટ થઇ ગયા છે. દમદાર ટેકનોલોજી વચ્ચે વેન્ડર્સને હવે પોતાની માર્કેટ વ્યૂહરચનાને વધુ વ્યવÂસ્થત કરવાની ફરજ પડશે. જાણકાર લોકોનું કહેવું છે કે, એડિશનલ વેલ્યુ ઓફર કરનાર એલટીઈ ફીચર ફોનને વધારે આકર્ષકરીતે પેક્ડ કરવાની જરૂર છે. સાથે સાથે વધતા જતા ડેટા માર્કેટની સાથે ટાયર-૩ લોકેશન અને ગ્રામીણ વિસ્તારમાં આ પ્રકારના ફોન વેચવામાં આવે તેવી માંગ થઇ રહી છે.

Related posts

कोल इंडिया की बिजली क्षेत्र को कोयला आपूर्ति में 7% गिरावट

aapnugujarat

સેંસેક્સમાં ૧૮૦ પોઇન્ટનો સુધારો

aapnugujarat

ડિફોલ્ટર્સને બચાવવા માંગતા હતા વડાપ્રધાન એટલે ઉર્જિત પટેલની નોકરી ગઈ : રાહુલ

editor

Leave a Comment

UA-96247877-1