Aapnu Gujarat
खेल-कूद

વિરાટ પાક.ના મિસ્બાહને પછાડીને બન્યો એશિયાનો સૌથી મોટો કેપ્ટન

હૈદરાબાદ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી મોટી ઇનિંગ્સ રમવાથી ચૂકી ગયા હોય, પરંતુ તેમણે ૭૮ બોલ પર પાંચ ફોરથી ૪૫ રનની ઇનિંગ્સ દરમ્યાન એક મહત્વનો રેકોર્ડ પોતાના નામ કરી લીધો. કેપ્ટન તરીકે ૪૨મી ટેસ્ટ મેચ રમી આ ધાકડ ખેલાડીએ અત્યાર સુધી ૬૫.૧૨ની સરેરાશથી ૪૨૩૩ રન બનાવ્યા છે. જે ન ફક્ત ભારત પરંતુ એશિયાઇ કેપ્ટન તરીકે નવો રેકોર્ડ છે.
વિરાટે આવું ૬૯ ઇનિંગ્સમાં કર્યું છેય જોકે આ દરમ્યાન વિરાટ કોહલીએ ૧૭ સદી ફટકારી છે. જેમા ૨૪૩ રનની સર્વોચ્ચ ઇનિંગ્સ છે.આ પહેલા કેપ્ટન તરીકે એશિયામાં સૌથી વધારે ટેસ્ટ રન બનાવવાનો રેકોર્ડ પાકિસ્તાનના મિસ્બાહ-ઉલ-હકના નામે હતો. જેને ૯૯ ઇનિંગ્સમાં ૫૧.૩૯ની સરેરાશથી ૪૨૧૪ રન બનાવ્યા હતા.
તેમજ શ્રીંલંકાના મહેલા જયવર્ધને ૬૬ ઇનિંગ્સમાં ૫૯.૧૧ની સરેરાશથી ૩૬૬૫ રન પોતાના નામે કર્યા હતા. આ દરમ્યાન ૧૪ સદી ફટકારી હતી.
જો ભારતીય કેપ્ટનની વાત કરીએ તો વિરાટ કોહલી બાદ મહેન્દ્રસિંહ ધોનીનો નંબર આવે છે. ઘોનીએ ૯૬ ઇનિંગ્સમાં ૪૦.૬૩ની સરેરાશથી ૩૪૫૪ રન બનાવ્યા છે. જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં ૧૦૦૦૦ રનના એવરેસ્ટ પર ચઢનારી ટીમ ઇન્ડિયાના મહાન ખેલાડી સુનીલ ગાવસ્કરે ૭૪ ઇનિંગ્સમાં કેપ્ટન તરીકે ૫૦.૭૨ની સરેરાશથી ૩૪૪૯ રન બનાવ્યા હતા.
વિરાટ કોહલીએ અત્યાર સુધી ૭૩ ટેસ્ટ મેચ રમ્યા છે. જેમા તેને ૫૪.૫૭ની સરેરાશથી ૬૩૩૧ બનાવ્યા છે. આ દરમ્યાન તેને ૨૪ સદી અને ૧૯ અર્ધસદી ઇનિંગ્સ રમી છે. જ્યારે ૨૪૩ રનની તેની સર્વોચ્ચ ઇનિંગ્સ છે. તે સિવાય તે અત્યાર સુધી આઠ વખત મેન ઓફ ધ મેચ અને ત્રણ વખત મેન ઓફ ધ સીરીજનો એવોર્ડ જીતી ચૂક્યા છે.

Related posts

પાકિસ્તાન સ્પિનર સઈદ અજમલે ક્રિકેટને કહ્યું અલવિદા

aapnugujarat

कोहली, रोहित का आईसीसी वनडे रैंकिंग में दबदबा कायम

editor

ફિફા વર્લ્ડકપ : ગોલ્ડન ગ્લોવ એવોર્ડ કોણ જીતશે તેને લઇ ચર્ચા શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1