Aapnu Gujarat
मनोरंजन

સેફ અલીની સાથે ફિલ્મને લઇ ચિત્રાંગદા આશાવાદી

બોલિવુડમાં નવી નવી ફ્રેશ જોડીને ચમકાવવાની પરંપરા હાલમાં ચાલી રહી છે. હવે બાજાર નામની ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મમાં સેફ અલી ખાન અને ખુબસુરત ચિત્રાંગદાની મુખ્ય ભૂમિકા છે. આ ફિલ્મનુ શુટિંગ હાલમાં જોરદારરીતે ઝડપથી ચાલી રહ્યુ છે. મુંબઇની કમલા મિલ્સમાં શુટિંગ કરવામાં આવી રહ્યુ છે. ફિલ્મમાં સેફ અલી ખાન એક મોટા બિઝનેસમેનની ભૂમિકામાં નજરે પડનાર છે. જે શેર માર્કેટમાં પ્રભુત્વ ધરાવે છે. સેફ અલી ખાન પણ હાલમાં વધારે ફિલ્મો કરી રહ્યો નથી. તેની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઇ રહી નથી. તેની છેલ્લી ફિલ્મ રંગુન હતી. જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. ફિલ્મમાં તેની સાથે શાહિદ કપુર અને કંગના રાણાવત હતી. આ ફિલ્મમાં ત્રણેયની જોરદાર એક્ટિંગ હોવા છતાં ફિલ્મ ફ્લોપ રહી હતી. કંગનાની એક્ટિંગ કુશળતાની તમામે નોંધ લીધી હતી. બીજી બાજુ ખુબસુરત ચિત્રાંગદાને વધારે ફિલ્મો મળી રહી નથી. તે હાલમાં જ નવાજુદ્દીન સિદ્ધીકી સાથેની બાબુ મોસાસ બન્દુકબાજ ફિલ્મમાંથી નિકળી ગઇ હતી. ફિલ્મના નિર્માતા નિર્દેશકો પર આક્ષેપ કરીને તે નિકળી ગઇ હતી. તે ખુબસુરત હોવાની સાથે સાથે હોટ સ્ટાર તરીકે પણ રહી છે. તેને ફિલ્મો કરતા આઇટમ સોંગની ઓફર વધારે કરવામાં આવી રહી છે. આઇટમ સોંગમાં તેની બોલબાલા વધી રહી છે. બોલિવુડમાં ઘણા વર્ષો થઇ ગયા હોવા છતાં અને તમામ એક્ટિંગ કુશળતા હોવા છતાં તે મજબુત રીતે આગળ વધી શકી નથી. તે કેટલીક યોજના સાથે જ આગળ વધે છે. સેફ સાથે ફિલ્મને લઇને તે ખુશ છે.

Related posts

‘સૂર્યવંશી’માં નવા વિલન તરીકે અભિમન્યુ સિંહ, અજયનો કેમિયો હશે

aapnugujarat

બિપાશા બાસુને હવે કોઇ ફિલ્મો મળી રહી નથી

aapnugujarat

સૈફ ફરીથી લંગડા ત્યાગીના રોલમાં નજરે પડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1