Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

દેહ વ્યાપારની ફરિયાદ બાદ ચીને ૯૦ પાકિસ્તાની દુલ્હનના વિઝા અટકાવ્યા

નકલી લગ્ન કરીને પાકિસ્તાની છોકરીઓને ચીનમાં તસ્કરી કરવા માટે લાવવાના સમાચારની સાથે ચીની એમ્બેસીએ ૯૦ જેટલી પાકિસ્તાની દુલ્હનના વીઝા અટકાવી દીધા છે.પાકિસ્તાનમાં ચીનના ’ડેપ્યુટી ચીફ ઓફ મિશન’ લિજિયાન જાઓએ મંગળવારના રોજ કહ્યું કે, ચાલુ વર્ષે ચીની નાગરીકોની ૧૪૦ અરજીઓ મળી જે પાકિસ્તાની દુલ્હન માટે વિઝા મેળવવા માગે છે. એક મીડિયાએ જાઓના નિવેદનને ટાંકીને કહ્યું કે, વિઝા માટેની ૫૦ અરજીને મંજુરી આપી દેવામાં આવી છે જ્યારે બીજી અરજીઓને રોકવામાં આવી છે. એમ્બેસીને ૨૦૧૮માં આવી ૧૪૨ અરજીઓ મળી હતી. સ્થાનિક મીડિયા અહેવાલ પ્રમાણે લગ્ન કરાવવા વાળા ઈસાઈ સમાજની ગરીબ કન્યાને પાકિસ્તાનમાં કામ કરતા અથવા મુલાકાતે આવનાર ચીની પુરૂષો સાથે લગ્ન માટે રૂપિયા અને સારા જીવનની લાલચ આપે છે અને ત્યારબાદ ચીનમાં દેહ-વ્યાપાર કરાવે છે.ચીની રાજદુતે કહ્યું કે, બન્ને દેશોના લોકો વચ્ચે થનારા લગ્નની સંખ્યામાં ઉત્તરોતર વધારો જોવા મળ્યો જેના કારણે અધિકારીઓ સતર્ક બની ગયા અને અમે અમારા પાકિસ્તાની સમકક્ષો સાથે સંપર્ક કર્યો અને એમણે કેસની તપાસ શરૂ કરી દીધી છે.જાઓએ કહ્યું કે, મીડિયા રિપોર્ટમાં ઘટનાને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યો છે. કારણ કે, પાકિસ્તાની કન્યાઓને દેહ-વ્યાપારમાં ધકેલવામાં આવે તેના કોઈ પુરાવા નથી. રિપોર્ટ મુજબ રાજદુતે એ વાત નકારી કાઢી કે બધા લગ્ન ખોટા છે. એમણે કહ્યું કે ચીનમાં પાકિસ્તાની સ્ત્રીઓને તેમના પતિ દ્વારા ત્રાસ આપવામાં આવે છે જેનું નિરાકરણ લાવવામાં આવશે.

Related posts

पाक. के नाम कर दी तहसीलदार ने 900 करोड़ की शत्रु संपत्ति

aapnugujarat

We’re planning to distribute 150 million Abbott rapid point-of-care tests in coming weeks : Prez Trump

editor

सऊदी ने पाकिस्‍तान समेत 20 देशों से विमान सेवा को किया निलंबित,

editor

Leave a Comment

UA-96247877-1