Aapnu Gujarat
શિક્ષણ

૧૨મેના રોજ દિવાનબલ્લુ ભાઈ સ્કૂલમાં ‘ચાલો પાછા સ્કૂલે’ કાર્યક્રમનું આયોજન

અમદાવાદ શહેરની ખ્યાતનામ સ્કૂલ દિવાન બલ્લુભાઈ માધ્યમિક શાળાએ અનોખો કાર્યક્રમ ‘ચાલો પાછા સ્કૂલે’ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમ તા.૧૨-૦૫-૨૦૧૯નાં રોજ રવિવારે સવારે ૮ થી ૧૦.૩૦ વાગ્યા સુધી ચાલશે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ શાળા, એ જ મિત્રો, એ જ વર્ગો અને એ જ શિક્ષકોને મળવાનો છે. કાર્યક્રમનું રજિસ્ટ્રેશન પ્રિન્સીપાલ આર.બી.ગઢવી અને કમિટી મેમ્બરની ઉપસ્થિતિમાં તા. ૨૮ને રવિવારનાં રોજ રાખવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ ૩૦-૦૪-૨૦૧૯ છે. પ્રોગ્રામ ખર્ચને પહોંચી વળવા માટે ૧૦૦ રૂપિયા ફી રાખવામાં આવેલ છે.
‘ચાલો પાછા સ્કૂલે’ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્કૂલનાં પ્રિન્સીપાલ આર.બી.ગઢવી, એડમીન નિતિનભાઈ શાહ સહિત કમિટિ મેમ્બર મૌલિકભાઈ ગાંધી, કલ્પેશભાઈ પંચાલ, નિરવભાઈ મદ્રાસી, નિરવભાઈ શાહ, નૌમાનભાઈ શેખ, જીતેશભાઈ મણિયાર, પારસભાઈ શાહ, પ્રિયાંકભાઈ વોરા, ઉર્વીશભાઈ કંથારિયા, વિશાલભાઈ પટેલ, સુનીલભાઈ પંચાલ, શાહિદભાઈ સૈયદ, સંજયભાઈ શર્માએ સિંહફાળો આપેલ છે.
(તસવીર / અહેવાલ :- હિતેશ ગજ્જર)

Related posts

મ્યુનિ. શાળાઓમાં કન્યાઓનો ડ્રોપઆઉટ ઘટાડવા આયોજન

aapnugujarat

અમદાવાદ ઝોનની વધુ ૩૩ શાળાની પ્રોવીઝનલ ફી જાહેર

aapnugujarat

PM मोदी ने रखी IIM संबलपुर कैंपस की आधारशिला

editor

Leave a Comment

UA-96247877-1