Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સૂર્યને નજીકથી જાણવા ગયેલા યાને પ્રથમ યાત્રા કરી પૂરી : નાસા

લોંચના માત્ર ૧૬૧ દિવસ બાદ અંતરિક્ષ એજન્સી નાસાના અંતરિક્ષ યાન ’પાર્કર સોલાર પ્રોબ’એ સૂર્યની ભ્રમણ કક્ષામાં પોતાનું પ્રથમ ભ્રમણ પૂરું કરી લીધું છે. હવે તે પ્રસ્તાવિત ૨૪ ભ્રમણ કક્ષાઓમાં પોતાની યાત્રાનો બીજો રાઉન્ડ શરૂ કરશે. એ દરમિયાન તે સૂર્યની સૌથી નજીક પહોંચશે. નાસાએ જણાવ્યું કે, ૧૨ ઓગસ્ટના રોજ પ્રક્ષેપિત તેમનું કાર આકારનું અંતરિક્ષ યાન સૂર્યથી ૩૮ લાખ માઈલ દૂર સુધીની યાત્રા કરશે અને ૪ એપ્રિલ, ૨૦૧૯ના રોજ સૂર્યની સૌથી નજીક પહોંચી જશે. પોતાના અભિયાન દરમિયાન અંતરિક્ષ યાન સૂર્યના કુલ ૨૪ ચક્કર કાપશે. જોન હોપકિન્સ યુનિવર્સિટીના એપ્લાઈડ ફિઝિક્સ લેબોરેટરીના પ્રોજેક્ટના મેનેજર એન્ડ્રી ડાઈસમેને જણાવ્યું કે, અંતરિક્ષ યાનનું પ્રથમ ભ્રમણ સુંદર રહ્યું છે. આ દરમિયાન અમે અંતરિક્ષ યાનની કાર્યપ્રણાલી અને સંચાલન અંગે ઘણું બધું શીખ્યું છે.અમને જાણવા મળ્યું છે કે, તે સૌર પર્યાવરણમાં કેવા પ્રકારનો વ્યવહાર કરે છે. મને એ કહેવાનો આનંદ છે કે, ટીમનું અનુમાન એકદમ સચોટ હતું. અંતિરક્ષ યાને ૧ જાન્યુઆરીના રોજ સંપૂર્ણપણે કામ કરવાનું શરૂ કરી દીધું હતું અને તેની તમામ પ્રણાલીઓ ઓનલાઈન થઈ ગઈ છે તથા નક્કી કરેલા કાર્યક્રમ મુજબ કામ કરી રહી છે. અંતરિક્ષ યાન પોતાના ઉપકરણો મારફતે અંતરિક્ષ નેટવર્કના માધ્યમથી ધરતી પર આંકડા મોકલી રહ્યું છે અને અત્યાર સુધી વિજ્ઞાન સાથે જોડાયેલા ૧૭ ગીગાબાઈટના આંકડા ડાઉનલોડ કરી દેવાયા છે. તમામ આંકડા એપ્રિલ મહિના સુધી ડાઉનલોડ કરી લેવાશે. અંતરિક્ષ યાન પોતાના બીજા રાઉન્ડ દરમિયાન એપ્રિલમાં સૂર્યથી ૧૫ લાખ માઈલ દૂર સુધી પહોંચી જશે. જે વર્ષ ૧૯૭૬માં અંતરિક્ષ યાન હેલિઓસ-૨ના સૂર્યથી ૨૭ માઈલના અંતરથી લગભગ અડધું અંતર હશે.

Related posts

નાસાએ ભારતીય સહિત ૧૨ નવા અંતરિક્ષ યાત્રીઓની કરી પસંદગી

aapnugujarat

સેક્સ વર્કર સાથે સંબંધ બાંધતા સમયે કોન્ડોમ કાઢી નાખ્યો, યુવકને થઈ ૧૨ વર્ષની જેલ

aapnugujarat

પાકિસ્તાનનો ‘યૂ-ટર્ન’: સાઉદી અરેબિયા ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનો ત્રીજો ભાગીદાર નહીં બને

aapnugujarat

Leave a Comment

UA-96247877-1