Aapnu Gujarat
રમતગમત

ક્રિકેટ મારા જીવનનો એક ભાગ પરંતુ જીવન નથીઃ વિરાટ કોહલી

ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી માટે ૨૦૧૮નું વર્ષ ખૂબજ સારું સાબિત થયું હતું અને વર્ષ ૨૦૧૯ની શરૂઆત પણ વિરાટ માટે ‘વિરાટ’ સાબિત થઇ છે. કપ્તાન કોહલીવા નેતૃત્વમાં ભારતે ઑસ્ટ્રેલિયાને ટેસ્ટ અને વન-ડે સિરીઝમાં હરાવીને બે મોટા ઇતિહાસ ભારતીય ટીમના નામે કર્યા છે.
ઑસ્ટ્રેલિયાના લાંબા પ્રવાસ બાદ હાલ કોહલીએ પોતાના ફેન્સને પણ થોડો સમય ફાળવ્યો છે અને પોતાના સત્તાવાર ટ્‌વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં કોહલીએ પોતાના ભવિષ્યની યોજનાઓ, પરિવાર અને ક્રિકેટને લઇને ઘણા ખુલાસા કર્યા છે. કોહલીએ આ વાત પોતાના સત્તાવાર મોબાઇલ એપ પર એક વીડિયો જાહેર કરીને પણ કરી છે.
કોહલીએ પોતાના ફેન્સને જણાવતા કહ્યું હતું કે ક્રિકેટ તેમના જીવનો એક ભાગ તો છે પણ જીવન નથી. કોહલીનું કહેવું છે કે ૮ વર્ષ પછી તેની પ્રાથમિકતા પરિવાર હશે. અનુષ્કા અને પરિવાર સૌથી પહેલી પ્રાથમિકતા હશે. વધુમાં કોહલી એ જણાવ્યું કે ક્રિકેટ તેના જીવનનો ભાગ જરૂર હશે પરંતુ તેનું માનવું છે કે પરિવાર પ્રથમ હોવો જોઇએ, કારણ કે જિંદગીથી વધારે કઇં જ નથી.
જ્યારે ક્રિકેટ તેનું જીવન નથી તેવા નિવેદને લઇને કોહલીએ જણાવ્યું હતું કે મને ખબર છે લોકો મારા આ નિવેદનને ગંભીર લેશે અને કહશે કે એનો મતલબ અવો થયો કે હું ક્રિકેટને સંપૂર્ણ સમર્પિત નથી, પરંતુ હું એ બધી વાતોમાં વિશ્વાસ કરતો નથી. જો હું આ સમયે તે વિશે વાત કરી રહ્યો છું તેનો મતલબ છે કે હું ક્રિકટને સમર્પિત છું, પરંતુ જિંદગી પ્રાથમિકતા હોવી જોઇએ. મારા જીવનમાં ક્રિકટે મહત્વનો ભાગ તો રહશે પણ ખાસ નહીં રહે.

Related posts

भारत जानबूझकर इंग्लैंड से नहीं हारा, ऐसे आरोप लगाना गलत : सरफराज

aapnugujarat

टेस्ट में सबसे तेज 7000 रन बनाने वाले पहले खिलाड़ी बने स्मिथ

aapnugujarat

हमें युवाओं को मौका देने की जरुरत : लसिथ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1