Aapnu Gujarat
મનોરંજન

પ્રિયા પ્રકાશને આ વર્ષે ગૂગલ પર ખુબ જ વધારે સર્ચ કરવામાં આવી

ગૂગલે આ વર્ષે સૌથી વધારે સર્ચ કરવામાં આવેલા સ્ટાર્સ, ફિલ્મો અને ગીતોની લીસ્ટ જાહેર કરી છે. ગૂગલની લીસ્ટમાં સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ૨.૦ અને બૈલી ડાન્સર નોરા ફતેહીના સુપરહીટ સોંગ દિલબરને સૌથી વધારે સર્ચ કરવલામાં આવ્યું છે.
આ સીવાય ગૂગલે આ વર્ષે સૌથી વધારે સર્ચ કરવામાં આવેલા સ્ટાર્સની લીસ્ટ પણ જાહેર કરી છે.ગૂગલ પર સ્ટાર્સને સર્ચ કરવાના મામલામાં વિંગ ગર્લ અને મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયરએ તમામ બોલિવૂડ સેલિબ્રિટીઓ સહીત હરિયાણાની સેંસેશન અને સિંગર સપના ચૌધરીને પણ પાછળ છોડી દીધી છે. ગૂગલની લીસ્ટ અનુસાર પ્રિયા પ્રકાશને આ વર્ષે ગૂગલ પર ખુબ જ વધારે સર્ચ કરવામાં આવી છે.સેલિબ્રિટીને સર્ચ કરવાની લીસ્ટમાં પ્રિયા પ્રકાશ વોરિયર નંબર એક પર છે, તો ત્યાં જ અમેરિકન સિંગર અને પ્રિયંકા ચોપડાનો પતિ વર્ષ ૨૦૧૮માં બીજા નંબર પર સૌથી વધારે સર્ચ થયો છે. પ્રિયા પ્રકાશ અને નિક સીવાય ત્રીજા નંબરે હરિયાણા સિંગર અને બિગ બોસ ૧૧ની એક્સ સ્પર્ધક સપના ચૌધરી રહી છે.બોલિવૂડ સ્ટાર્સની વાત કરીએ તો આ લીસ્ટમાં પ્રિયંકા ચોપડા ચોથા નંબર પર છે. તેના પછી સોનમ કપૂરનો પતિ આનંદ આહૂજાને ગૂગલે પોતાની લીસ્ટમાં પાંચમુ સ્થાન આપ્યું છે. જ્યારે ફિલ્મ કેદારનાથથી બોલિવૂડમાં એન્ટ્રી કરી રહેલ અભિનેત્રી સારા અલી ખાનને છટ્ઠુ સ્થાન મળ્યું છે. બોલિવૂડ અભિનેતામાં સલમાન ખાન સાતમાં ક્રમે રહ્યો છે.

Related posts

જુદી જુદી ભાષાની ફિલ્મો કરવા તમન્ના ઉત્સુક

aapnugujarat

સુશાંત તેમજ જેકલીન નવી ડ્રાઇવ નામની ફિલ્મમાં હશે

aapnugujarat

Hollywood actor Harrison Ford’s movie ‘Indiana Jones 5’ shooting start in Next year

aapnugujarat

Leave a Comment

UA-96247877-1