Aapnu Gujarat
બિઝનેસ

એસબીઆઇ ગ્રાહકો મોબાઇલ નંબર બેંકમાં રજીસ્ટર કરાવી લે નહી તો ૧ ડિસેમ્બરથી બંધ થઇ જશે એકાઉન્ટ

જો તમે ભારતીય સ્ટેટ બેંકના ગ્રાહક હોવ અને તમે બેંકની ઇન્ટરનેટ બેન્કિંગ સેવાઓનો ઉપયોગ કરતાં હોય તો ટૂંક સમયમાં તમારો મોબાઇલ નંબર બેંકમાં રજીસ્ટર કરાવી દો. બેંકે મહિનાના અંત સુધીમાં ઇન્ટરનેટ બેન્કિંગ ગ્રાહકોને બેંકમાં મોબાઇલ નંબર રજીસ્ટર કરાવાનું કહ્યું છે. આ તમામ ગ્રાહકોએ ૩૦ નવેમ્બર પહેલા પોતાનો મોબાઇલ નંબર બેંકમાં રજીસ્ટર કરાવાનો રહેશે.
જો નિર્ધારિત સમય મર્યાદામાં તમે તમારો મોબાઇલ નંબર રજીસ્ટર નહી કરાવ્યો હોય તો બેંક તરફથી તમારુ એકાઉન્ટ ૧ ડિસેમ્બરથી બંધ કરી દેવામાં આવે તેવી શક્યતા છે. તેવામાં તમે એકાઉન્ટમાંથી કોઇ ટ્રાન્જેક્શન નહી કરી શકો.બેંકે વેબસાઇટ પર જણાવ્યું છે કે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાની ગાઇડલાઇન હેઠળ જો તમે બેંકની ઇન્ટરનેટ બેન્કિંગ સેવાનો પ્રયોગ કરતા હોય તો તમારે બેંકમાં તમારો મોબાઇલ નંબર રજીસ્ટર કરાવો પડશે.ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંકે તાજેતરમાં જ કોમર્શિયલ બેંકો માટે ગાઇડલાઇન બહાર પાડી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે બેંક ઇન્ટરનેટ બેન્કિંગ પ્રયોગ કરનાર ગ્રાહકોને પોતાનો મોબાઇલ નંબર રજીસ્ટર કરવા કહે જેથી કોઇપણ ઇલેક્ટ્રોનિક ટ્રાન્જેક્શન પર તેમને એસએમએસ દ્વારા એલર્ટ મોકલી શકાય.

Related posts

सितम्बर में शुरु होगी ऐमजॉन, फ्लिपकार्ट की फेस्टिव सेल्स

aapnugujarat

AIR INDIA EXPRESS નું એક્શન, 25 ક્રૂ-મેમ્બર્સને હાંકી કાઢ્યા

aapnugujarat

सेंसेक्स गिरावट के साथ 38,736.23 पर बंद हुआ शेयर बाजार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1