Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

રેલવે પ્રોજેક્ટોનો ખર્ચ ૧.૮૨ લાખ કરોડ સુધી વધ્યો

અલગ અલગ કારણોસર વિલંબના પરિણઆમ સ્વરુપે ભારતીય રેલવેમાં ૨૦૦થી પણ વધારે પ્રોજેક્ટનો ખર્ચ તેમના અંદાજિત ખર્ચ કરતા ૧.૮ લાખ કરોડ રૂપિયા વધી ગયો છે. સરકારના કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં આ અંગેની ચોંકાવનારી વાત કરવામાં આવી છે. વિલંબથી ચાલી રહેલા પ્રોજેક્ટો અને ઉદાસીનતાના પરિણામ સ્વરુપે રેલવે મંત્રાલયના ૨૦૪ પ્રોજેક્ટોનો કુલ ખર્ચનો આંકડો ૧.૮૨ લાખ કરોડ સુધી વધી ચુક્યો છે. મંત્રાલય કેન્દ્ર સરકારની ૧૫૦ કરોડ રૂપિયા અથવા તો તેનાથી વધુ ખર્ચવાળી યોજનાઓ ઉપર નજર રાખે છે. મંત્રાલયના રિપોર્ટ મુજબ આ વર્ષે એપ્રિલમાં આ ૨૦૪ પ્રોજેક્ટોનો કુલ વાસ્તવિક ખર્ચનો આંકડો ૧૨૯૩૩૯.૯૬ કરોડનો હતો. હવે આનો કુલ ખર્ચનો આંકડો વધીને અંદાજિત ૩૧૨૦૨૬.૮૩ કરોડ સુધી પહોંચી ગયો છે જે કુલ ખર્ચમાં ૧૪૧.૨૫ ટકાનો વધારો દર્શાવે છે. મંત્રાલય દ્વારા એપ્રિલ મહિનામાં ભારતીય રેલવેના ૩૩૦ પ્રોજેક્ટોની સમીક્ષા કરવામાં આવી હતી. તેમના રિપોર્ટ મુજબ આમાંથી ૪૬ .યોજનાઓ પોતાના સમયથી ત્રણ મહિનાથી ૨૬૧ મહિના સુધી મોડેથી દોડી રહી છે. રેલવે મંત્રાલય દ્વારા જુદા જુદા ક્ષેત્રોમાં પગલા લેવામાં આવી રહ્ય છે. વિજળી ક્ષેત્ર એવું અન્ય ક્ષેત્ર છે જ્યાં પ્રોજેક્ટોનો ખર્ચનો આંકડો સતત વધ્યો છે. મંત્રાલય દ્વારા વિજળી ક્ષેત્રના ૧૧૪ પ્રોજેક્ટોની સમીક્ષાના આધાર પર કહ્યું છે કે, ૪૭ પ્રોજેક્ટનો ખર્ચ ૭૦૯૪૦.૮૧ કરોડ સુધી વધી ગયો છે. તેમનો કુલ વાસ્તવિક ખર્ચનો આંકડો ૧૮૪૨૪૩.૦૭ કરોડ રૂપિયા હતો. હવે અંદાજિત ખર્ચનો આંકડો ૨૫૫૧૮૩.૮૮ કરોડ સુધી થઇ ચુક્યો છે. ૬૧ યોજનાઓ પોતાના સમય કરતા ૧૩૫ મહિના સુધી મોડેથી ચાલી રહી છે. રેલવેના પ્રોજેક્ટોમાં વિલંબ થવા માટે જુદા જુદા કારણો દેખાઈ રહ્યા છે. મંત્રાલય દ્વારા આ અંગે માહિતી મેળવવામાં આવી રહી છે.

Related posts

બેન્ક FD કરાવનારાઓ માટે ખુશખબર, લાંબા સમય સુધી વ્યાજદર ઉંચા રહેશે

aapnugujarat

President-elect of the United Nations General Assembly calls on Prime Minister

aapnugujarat

હિન્દુ ત્રાસવાદને તોઇબા કરતા વધુ ખતરનાક ગણાવાયા હતા : સંબિત પાત્રા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1