Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેવરિયા શેલ્ટર હોમમાંથી ૨૪ યુવતીઓને મુક્ત કરાવાઈ

ઉત્તરપ્રદેશના દેવરિયામાં પણ બિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમ જેવી ઘટના સપાટી ઉપર આવી છે. અહીં શેલ્ટર હોમથી ફરાર યુવતીઓ જે આરોપો શેલ્ટર હોમ સંચાલકો ઉપર મુક્યા છે તેનાથી ખળભળાટ મચી ગયો છે. મુક્ત કરાવવામાં આવેલી યુવતીઓએ જે વાત કરી છે તેનાથી લોકો હચમચી ઉઠે તેમ છે. દેવરિયાના આ શેલ્ટર હોમથી ૨૪ યુવતીઓને મુક્ત કરાવામાં આવી છે અને આશરે ૧૮ યુવતીઓ હજુ પણ ગાયબ છે. શેલ્ટર હોમને વહીવટીતંત્રએ સીલ કરીને ઉંડી તપાસ હાથ ધરી છે. યુવતીઓએ પોલીસને કહ્યું છે કે, કઈરીતે ગાડીઓથી લોકો શેલ્ટર હોમમાં આવતા હતા અને અહીંથી યુવતીઓને લઇ જતાં હતા. બીજી બાજુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દેવરિયાના ડીએમને તરત જ દૂર કરીને આ મામલામાં કઠોર કાર્યવાહી માટેના આદેશ જારી કર્યા છે. ઉત્તરપ્રદેશના મહિલા અને બાળ વિકાસમંત્રી રિટા બહુગુણા જોશીએ કહ્યું છે કે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કઠોર કાર્યવાહીનો આદેશ તરત જ જારી કરી ચુક્યા છે. ડીએમ સુજિત કુમારને દૂર કરવામાં આવી ચુક્યા છે. એક બાળકીએ પણ પોલીસને પોતાની વાત રજૂ કરી છે. તે બિહારની નિવાસી છે. તેની માતાનું મોત ત્રણ વર્ષ પહેલા થયું હતું. પિતાએ બીજા લગ્ન કરીને તેને બહાર કાઢી મુકી હતી. ત્યારબાદ તેને કોઇએ આશરો આપ્યો ન હતો. રસ્તા પર આવી ગયા બાદ કેટલાક લોકોએ તેને પોલીસને સોંપી દીધી હતી. પોલીસ ત્યારબાદ તેને શેલ્ટર હોમમાં મુકી ગઈ હતી. ત્યારથી તે ત્યાં છે. યુવતીએ કહ્યું છે કે, મહિલાઓ અને યુવતીઓને એક મોટી મહિલા આવીને લઇ જતી હતી. કોઇ વખત સફેદ રંગમાં તો ક્યારે લાલ રંગની ગાડીમાં આ મહિલા આવતી હતી. જુદી જુદી ગાડીઓમાં યુવતીઓ અહીંથી જતી હતી. સાંજે શેલ્ટર હોમથી યુવતીઓને મોકલવામાં આવતી હતી. ક્યાં મોકલવામાં આવતી હતી તે અંગે તેમની પાસે માહિતી નથી.

Related posts

आतंकी हमलों के लिए जेल से मसूद अजहर की चुपचाप रिहाई

aapnugujarat

દિલ્હીમાં વરસાદ જારી : યમુના ઉફાન પર

aapnugujarat

નિવૃત્તિ બાદ રહેવા માટે સૌથી ખરાબ દેશ ભારત : જીઆરઆઈ ઈન્ડેક્સ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1