Aapnu Gujarat
રાષ્ટ્રીય

નિવૃત્તિ બાદ રહેવા માટે સૌથી ખરાબ દેશ ભારત : જીઆરઆઈ ઈન્ડેક્સ

જો તમે રીટાયરમેન્ટ બાદ ભારતમાં રહેવા માગતા હોવ તો એકવાર વિચારી લેજો. કારણ કે ગ્લોબલ રીટાયરમેન્ટ ઈન્ડેક્સ-જીઆરઆઈ તો બને ત્યાં સુધી તમને આમ ન કરવાની સલાહ આપે છે.
ઈન્ડેક્સ અનુસાર, ભારત રીટાયરમેન્ટ બાદ રહેવા માટેનો દુનિયાનો સૌથી ખરાબ દેશ છે. ૪૩ દેશોના ઈન્ડેક્સમાં ભારતનો નંબર ૪૩માં નંબરે આવે છે.ફ્રેંચ એસેટ મેનેજમેન્ટ કંપની નૈટિક્સસ ગ્લોબલ દ્વારા જીઆરઆઈ ૨૦૧૭ જાહેર કરવામાં આવ્યો છે. જીઆરઆઈ ૨૦૧૭ અનુસાર ભારત બ્રિક્સ દેશોમાં પણ રીટાયરમેન્ટ માટે સૌથી ખરાબ દેશ છે. ગત વર્ષે પણ ભારતનું રેંકિંગ આ પ્રમાણે જ રહ્યું હતુ. ભારતને આ રેંકિંગ તેના ૪ ફેક્ટર્સના કારણે મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર નિવૃત્તિ બાદ મટીરિયલ વેલબિંઈંગ, સારી હેલ્થ સર્વિસ, ફાયનાન્સ, અને ક્વાલિટી ઓફ લાઈફ આ ચારેય ફેક્ટરમાં ભારત ખૂબ જ પાછળ છે.
ગ્લોબલ રીટાયરમેન્ટ ઈન્ડેક્સમાં સૌથી ટોચ પર સ્વીટ્‌ઝર્લેન્ડ, નોર્વે અને આઈસલેન્ડ આવે છે. એટલે કે નિવૃત્તિ બાદ આ દેશો રહેવા માટે સૌથી શ્રેષ્ઠ છે. આમાં ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ, એડવાન્સ ઈકોનોમિક્સ, ઓઆઈસીડીના મેંબર્સ અને બ્રિક દેશો શામેલ છે. જીઆરઆઈ ૨૦૧૭માં ભારત ગતવર્ષે પણ ૪૩માં નંબર પર હતું અને ચારેય સબ ઈન્ડેક્સ પર પણ તેનુ સ્થાન અંતિમ ૫માં હતુ. જીએસઆઈ પર વિકસિત દેશો સાથે ભારતની તુલના કરવી આમ તો યોગ્ય ન કહેવાય પરંતુ બ્રિક્સ દેશોમાં ભારતનું રેંકિંગ સૌથી નીચે છે.

Related posts

બરેલીમાં બે મુસ્લિમ યુવતીએ ધર્મ પરિવર્તન કરી હિન્દુ યુવકો સાથે કર્યાં લગ્ન

aapnugujarat

ઝારખંડમાં વીજળી પડતા ૧૬ લોકોના મોત

aapnugujarat

અમરનાથ દર્શન માટે ૩૦૯ શ્રદ્ધાળુની નવી ટુકડી રવાના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1