Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાબડીદેવીની મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરાઈ

બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી પર સીબીઆઈએ સકંજો વધુ મજબૂત કરી દીધો છે. સીબીઆઈની ટીમે તેમના ૧૦ સરક્યુલર રોડ સ્થિત આવાસે પહોંચીને ઉંડી તપાસ હાથ ધરી હતી. રાબડી દેવીની પુછપરછનો સિલસિલો હાથ ધરવામાં આવ્યો હતો. રાબડી દેવીની સામે આરજેડીના પૂર્વ એમએનસી અનવર અહેમદના પૂત્ર અરશદ અહેમદે મની લોન્ડરિંગ કેસ દાખલ કરાવ્યો હતો. સીબીઆઈના પ્રવક્તા આરકે ગૌરે માહિતી આપતા કહ્યું છે કે, અનવર અવામી કોર્પોરેટિવ બેંકના ચેરમેન તરીકે હતા અને અનવર નિર્દેશક હતા. એવો આક્ષેપ છે કે તે ગાળા દરમિયાન રાબડી દેવી ૮મી નવેમ્બર ૨૦૧૬માં નોટબંધી બાદ પટણાની મુરાદપુર બ્રાંચમાં પોતાના ખાતામાં ૧૦ લાખ રૂપિયા જમા કર્યા હતા. આ મામલાની તપાસના સંદર્ભમાં સીબીઆઈની ટીમ પુુછપરછના હેતુસર પહોંચી હતી. આ મામલામાં સીબીઆઈની એન્ટી કરપ્શન બ્રાંચે મદર ઇન્ટરનેશનલ એકેડેમીના ડાયરેક્ટર હર્ષદ, કેશિયર અભયકુમાર, પ્રકાશકુમાર સિંહા સહિત કાર્યવાહક મેનેજર કૌશલેન્દ્રકુમાર શર્મા સહિત વણઓળખાયેલા લોકોની સામે કેસ દાખલ કર્યો હતો. સીબીઆઈએ કહ્યું છે કે, અભય એ વખતે મુરાદપુર બ્રાંચમાં, પકાશ પટણાની સીટી બ્રાંચ અને કૌશલેન્દ્ર રાજા બજાર બેંકમાં હતા. સીબીઆઈને આ મામલો સોંપતા પહેલા આવકવેરા વિભાગે આ કેસ સાથે જોડાયેલા લોકો પર દરોડા પાડ્યા હતા. સીબીઆઈમાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે, અરશદની સ્કુલમાં કામ કરનાર કર્મચારીઓના નામ પર બેંકમાં ૪૧ એકાઉન્ટ હતા. તેમના ખાતામાં નોટબંધી બાદ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ૭૦.૪૬ લાખ જુની નોટ જમા કરી દીધી હતી. આજ હેતુસર રાબડી દેવી પણ મુશ્કેલીમાં મુકાયા હતા. સીબીઆઈની ટીમ દ્વારા હવે તેમને વેધક પ્રશ્નો કરવામાં આવ્યા છે.

Related posts

સેંસેક્સ ૭૭ પોઇન્ટ ઉછળીને બંધ

aapnugujarat

સીબીઆઈ ખેંચતાણ : સુપ્રીમમાં સીવીસીનો હેવાલ સુપ્રત

aapnugujarat

ભાજપ સત્તામાં અમર હોવાના ભ્રમમાં ન રહે : શિવસેના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1