Aapnu Gujarat
મનોરંજન

સલમાન -જેક્લીનની ફિલ્મને લઇ ચાહકોમાં ઉત્સુકતા

રેમો ડિસોઝા દ્વારા નિર્દેશિત અને ટિપ્સ ફિલ્મ એન્ડ સલમાન ખાન ફિલ્મસ હેઠળ તૈયાર થઇ રહેલી ફિલ્મ રેસ-૩ ફિલ્મનુ નિર્માણ કામ હવે પૂર્ણ થવા આવ્યુ છે. છેલ્લા તબક્કાનુ શુટિંગ હાલમાં જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં હાથ ધરવામાં આવ્યુ છે. સલમાનની સાથે અન્ય કલાકારો પણ પહોંચી ગયા છે. સલમાને જમ્મુ કાશ્મીરના મુખ્યપ્રધાન મહેબુબા મુફ્તિ સાથે વાતચીત પણ કરી છે. ફિલ્મને લઇને ચાહકો ખુબ ઉત્સુક બનેલા છે. સલમાન અને જેક્લીનની જોડીને જોવા તેમના ચાહકો તૈયાર છે. સલમાન અને જેક્લીને પોતાના હિસ્સાનુ શુટિંગ મોટા ભાગે પૂર્ણ કરી લીધુ છે. આ બન્ને આ ફિલ્મમાં મુખ્ય કલાકાર તરીકે છે. જો કે આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં અનિલ કપુર ઇન્સ્પેક્ટર રોબર્ટ આરડી તરીકે નજરે પડનાર છે. જ્યારે બોબી દેઓલ પણ ચાવીરૂપ ભૂમિકામાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં ડેઝી શાહ અને પુજા હેગડે પણ કામ કરી રહ્યા છે. સાકીબ સલીમ પણ નાના અને સારા રોલમાં હોવાની માહિતી સપાટી પર આવી છે . રેસ સિરિઝની ફિલ્મમાં સલમાન ખાન પ્રથમ વખત કામ કરી રહ્યો છે. પહેલાની રેસ શ્રેણીની ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે સેફ અલી ખાન હતો. અનિલ કપુર પહેલા પણ નજરે પડ્યો હતો. આ સિરિઝમાં જેક્લીન પણ પહેલા હતી. ફિલ્મમાં દિલધડક એક્શન સીન રાખવામાં આવી રહ્યા છે. સાથે સાથે ડોરદાર ડાન્સ સિક્વન્સ રાખવામાં આવનાર છે. બે ફિલ્મ આ સિરિઝની અગાઉ બની ચુકી છે. જે સુપરહિટ રહી હતી. શરૂઆતમાં માનવામાં આવી રહ્યુ હતુ કે સેફને જ રિપિટ કરવામાં આવનાર છે. જો કે છેલ્લી ઘડીએ સલમાનને લેવામાં આવ્યો હતો. સલમાન હાલનો સૌથી મોટો સ્ટાર છે.

Related posts

बेटे को ४ लड़की साथ डेट नहीं करने देना चाहते अक्षय

aapnugujarat

ફોક્સ સ્ટાર સ્ટુુડિયોએ અક્ષયને ત્રણ ફિલ્મો માટે સાઇન કર્યો

aapnugujarat

વિક્રમ ભટ્ટના પ્રેમમાં પડીને આજે પણ પસ્તાઈ રહી છે અમીષા પટેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1