Aapnu Gujarat
રાષ્ટ્રીય

કર્ણાટક ચૂંટણીને લઇ બે હજારની નોટની જમાખોરી

દેશમાં એટીએમમાં ખાલીખમની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે કર્ણાટકમાં રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના જપ્ત કરવાના બનાવ વધી રહ્યા છે. આજે સાત કરોડની રકમની બનાવટી કરન્સી જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત અશ્લિલ કરન્સી પણ જપ્ત કરવામાં આવી હતી. કર્ણાટકના જુદા જુદા વિસ્તારોમાં ગાડીઓમાં જઇ રહેલી ૩૧.૫૫ કરોડની રોકડ, ૪.૫૮ કરોડની શરાબ, ૧૯.૭૯ લાખ રૂપિયાની માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ પહેલા કર્ણાટકના બેલાગમીમાં સાત કરોડની બોગસ નોટ જપ્ત કરવામાં આવી હતી. કર્ણાટક પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. કેટલાક લોકો માની રહ્યા છે કે, સંગ્રહખોરી આના માટે મુખ્ય કારણ છે. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી આના કારણે પણ આ સમસ્યા સર્જાઇ હોવાના હેવાલ મળી રહ્યા છે. કૈશની ડિમાન્ડ વધી જતા આ કટોકટી સર્જાઇ ગઇ છે. એક થિયેરી ચાલી રહી છે જેની ચર્ચા સોશિયલ મિડિયા પર વધારે જોવા મળે છે. એમ કહેવામાં આવે છે કે રાજકીય પક્ષો મોટી નોટ જમા કરી રહ્યા છે. બે હજાર રૂપિયાની નોટની સપ્લાય ઘટાડી દેવામાં આવી છે. ચૂંટણી પહેલા કેશની માંગ વધી ગઇ છે. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને મોટી નોટ સંગ્રહ કરવામાં આવી રહી હોવાના અહેવાલથી વધુ ચિંતા જોવા મળી રહી છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

ભારતમાં લગભગ ૪૧.૫ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા

aapnugujarat

जहां भी जाता हूं, लोग मेरा हीरो की तरह स्वागत करते : शिवराज सिंह चौहान

aapnugujarat

राज्यसभा में शाह ने धारा 370 हटाने का संकल्प किया पेश

aapnugujarat

Leave a Comment

UA-96247877-1