Aapnu Gujarat
મનોરંજન

ઇશા ગુપ્તા બોલિવુડમાં ખુબ ઓછી ફિલ્મો મેળવે છે

બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે જાણીતી રહેલી ખુબસુરત ઇશા ગુપ્તા બોલિવુડમાં હજુ પણ પગ જમાવી શકી નથી. તેને તમામ પ્રકારની કુશળતા હોવા છતાં અપેક્ષા મુજબન ફિલ્મો મળી રહી નથી. સોશિયલ મિડિયા પર તે તમામ પ્રકારના સેક્સી ફોટો મુકીને નિર્માા નિર્દેશકોને આકર્ષિત કરી રહી હોવા છતાં ફિલ્મો મળી રહી નથી. ઇશા ગુપ્તાએ કહ્યુ છે કે મોટા ભાગે ભારતમાં તેને દક્ષિણ અમેરિકી તરીકે સમજી લેવામાં આવે છે. તેનુ કહેવુ છે કે તેને વિદેશી સ્ટાર તરીકે પણ કેટલાક લોકો માની લે છે. અભિનેત્રી ઇશા ગુપ્તા બોલિવુડમાં કેટલાક વર્ષોથી હોવા છતાં તેની ઓળખ એક બોલ્ડ અને સેક્સી સ્ટાર તરીકે રહી છે. તે મોટા ભાગે પોતાની છાપ મુજબના રોલ કરતી રહી છે. જો કે તે તમામ પ્રકારના રોલ કુશળતા સાથે કરી રહી છે. અક્ષય કુમારની ફિલ્મમાં તે વકીલના રોલમાં નજરે પડી હતી. રૂસ્તમ નામની ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી ગઇ હતી. ઇશા ગુપ્તા જુદી જુદી ભાષાની ફિલ્મમાં કામ કરી રહી છે. ઇશા છેલ્લે બાદશાહોમાં નજરે પડી હતી. જેમાં તેની સાથે ઇમરાન હાશ્મી, અજય દેવગન અને ઇલિયાના ડી ક્રુઝની ભૂમિકા હતી. ઇલિયાના સામાન્ય રીતે બોલ્ડ અંદાજના કારણે ઓળખાય છે. તેનુ કહેવુ છે કે એવા સમયમાં જ્યારે લોકો દિવાલ બનાવવાનુ કામ કરી રહ્યા છે ત્યારે અમેરિકા અને ભારત નજીક આવી રહ્યા છે જે સારી બાબત છે. આ કલ્ચર અને એકતા સાથે સંબંધિત બાબત છે. અમે લોકોને એકબીજાની સાથે જોડી રહ્યા છીએ તે સારી બાબત છે. સેક્સી સ્ટાર ઇશાનુ કહેવુ છે કે બોલિવુડ અને હોલિવુડના કલાકારો હવે નજીક આવી રહ્યા છે.

Related posts

હુમા કુરેશી પોતાની અલગ ઓળખ ઉભી કરવા સફળ

aapnugujarat

અજયની તાનાજી ફિલ્મમાં સલમાન રહેશે

aapnugujarat

‘‘જૂડવા ૨” ૨૦૦ કરોડની કલબમાં થઇ સામેલ, અક્ષયની ફિલ્મનો રેકોર્ડ તોડી શકે છે!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1