Aapnu Gujarat
મનોરંજન

જહોન સાથે ફિલ્મને લઇને ડાયના પેન્ટી આશાવાદી

બોલિવુડના સૌથી દેખાવડા સ્ટાર પૈકી એક જહોન અબ્રાહમની સાથે ફિલ્મ પરમાણુ મળી ગયા બાદ મોડલ અને અભિનેત્રી ડાયના પેન્ટી ભારે ખુશ છે. આ ફિલ્મ હવે છઠ્ઠી એપ્રિલના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના શાસનકાળામાં કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણ પર આધારિત ફિલ્મની રજૂઆતને લઇને ભારે ઉત્સુકતા છે. પહેલા આ ફિલ્મ આઠમી ડિસેમ્બરના દિવસે રજૂ કરવાની યોજના હતી. જો કે સંજય લીલાની ફિલ્મ પદ્માવતની સાથે ટક્કરને ટાળવા માટે રજૂઆતની તારીખ બદલી દેવામાં આવી હતી. હવે એપ્રિલમાં આ ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં જહોન કેપ્ટન અશ્વ રૈનાની ભૂમિકા અદા કરી રહ્યો છે. જ્યારે ડાયના કેપ્ટન અમ્બાલિકાની ભૂમિકા અદા કરી રહી છે. ડાયના હાલમાં ખુબ ઓછી હિન્દી ફિલ્મ કરી રહી છે. જો કે તે સતત સક્રિય રહેવા માટે ઇચ્છુક છે. ફિલ્મમાં બોમન ઇરાની, પવન મલહોત્રા, અરજન બાજવા પણ કામ કરી રહ્યા છે. સચિન અને જિગરની જોડી દ્વારા ફિલ્મમાં સંગીત આપવામાં આવ્યુ છે. વર્ષ ૧૯૯૮માં રાજસ્થાનના પોખરણ ખાતે કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણ પર આધારિત આ ફિલ્મ છે. જે માહિતીસભર ફિલ્મ હોવાની સાથે સાથે સંદેશ પણ લઇને આવશે. જહોન અબ્રાહમ હાલમાં બિલકુલ ઓછી ફિલ્મમાં નજરે પડી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે જ્યારે પરમાણુ પરીક્ષણ ભારતે ૧૯૯૮માં કર્યા હતા ત્યારે દુનિયાના દેશો હચમચી ઉઠ્‌યા હતા. વાજપેયી સરકારને એ વખતે ભારે નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. અમેરિકા સહિતના કેટલાક દેશોએ પ્રતિબંધ પણ મુક્યા હતા.

Related posts

તમામ કુશળતા છતાંય કૃતિ ખરબંદા ફ્લોપ સાબિત થઇ

aapnugujarat

ધોની પરની ફિલ્મની સિક્વલ બનાવવા માટે તૈયારી શરૂ

aapnugujarat

‘ધૂમ ૪’માં શાહરૂખ અને રણબીર કપૂર કામ કરે તેવી શક્યતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1