Aapnu Gujarat
મનોરંજન

સારી પટકથાવાળી હોલિવુડ ફિલ્મ કરવા હુમા ઇચ્છુક

જોલી એલએલબીમાં ચાહકોને જોરદાર રીતે હસાવનાર અભિનેત્રી હુમા કુરેશી બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી આવી છે. તે રજનિકાંત સાથે એક ફિલ્મ કાલામાં કામ કરી રહી છે. જે ફિલ્મ ૧૪મી એપ્રિલ ૨૦૧૮ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ખુબસુરત હુમા કુરેશીએ કહ્યુ છે કે તે હિન્દી ફિલ્મોને ખુબ પસંદ કરે છે. પરંતુ જો હોલિવુડ ફિલ્મની ઓફર મળશે અને પટકથા સારી રહેશે તો તે ચોક્કસપણે હોલિવુડની ફિલ્મમા પણ કામ કરશે. તેનુ કહેવુ છે કે તે હિન્દી ફિલ્મોમાં કેરિયરને લઇને આશાવાદી છે. દક્ષિણ ભારતના સુપરસ્ટાર અભિનેતા રજનિકાંત સાથે પોતાની નવી ફિલ્મ અંગે પુછવામાં આવતા હુમા કુરેશીએ કહ્યુ હતુ કે તે નવી ફિલ્મ અંગે વધારે વાત કરશે નહી. પરંતુ તે રજનિકાંત જેવા સ્ટાર સાથે કામ કરીને ખુબ ગર્વ અનુભવ કરી રહી છે. હુમા કુરેશીએ માહિતી આપતા કહ્યુ છે કે ભારતમાં વર્લ્ડ કલાસ ફિલ્મ બનાવવા માટે હોલિવુડ ફિલ્મની રીમેક બનાવવામાં આવે છે. અમે ઓરિજનલ ફિલ્મ બનાવતા નથી. કોઇ કોરિયન અથવા તો ચાઇનીઝ ફિલ્મ નિહાળી લીધા બાદ તેના આઇડિયા લઇ લેવામાં આવે છે. બે ત્રણ ગીતો ઉમેરી દેવામાં આવે છે અને આઇટમ સોંગ ઉમેરી દેવામાં આવે છે. ફિલ્મની પટકથા ખુબ મહત્વપૂર્ણ હોય છે. તેના કહેવા મુજબ તે દરેક બાબતને ધ્યાનમાં લઇને ફિલ્મમાં કામ કરે છે. હાલમાં તે પોતાના ભાઇ સાકીબ સાથે એક ફિલ્મમાં કામ કરી ચુકી છે. તેનુ કહેવુ છે કે સાકીબ નાનો હતો ત્યારે ખુબ હોરર ફિલ્મ નિહાળતો હતો. તે ખુબ ભયભીત પણ થઇ જતી હતી. ભાઇ સાથે ફિલ્મમાં કામ કરીને તે ખુબ ખુશ છે. સાકીબની પ્રશંસા કરતા તે કહે છે કે તે એક પ્રોફેશનલ સ્ટાર તરીકે છે.

Related posts

મોટી ફિલ્મને ના કહેવું ખુબ જ મુશ્કેલ : સોનમ

aapnugujarat

अमीषा पटेल के खिलाफ फिल्म निर्माता ने खटखटाया कोर्ट का दरवाजा

aapnugujarat

ઉર્વશી કોરિયોગ્રાફી પણ ઘણાં સમયથી કરી રહી છે : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1